આપણી વચ્ચે ઘણા લોકો એવા હોય છે કે, જેનું ગણિત ખૂબ જ પાવરફૂલ હોય છે, તેઓને ગણતરી માટે વધુ પડતો સમય જોતો નથી અને ગમે તેવો ગુણાકાર કે ભાગાકાર તે ચપટી વગાડતા જ કરી નાખે છે. ગણિત જે લોકોને ગમે છે તે લોકોને ગણિત સાથે જોડાયેલા કોયડાઓ સોલ્વ કરવા પણ ખૂબ જ ગમે છે. એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે કે, જો તમને એકવાર ગણતરીની આ કળા સમજાઈ જાય તો જવાબ તમને આપમેળે જ આવી જશે.
જો તમે ખરેખર અંકગણિતને સમજવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા તો તેના સાથે જોડાયેલા સામાન્ય કોયડાઓને સોલ્વ કરવા જોઈએ જેથી, તમે તેની પાછળનાં તર્કજ્ઞાનને સમજી શકો છો. આજે અમે તમને અંકગણિતનાં એક એવો કોયડો આપી રહ્યા છીએ કે, જે તમને થોડીવાર માટે મૂંઝવણમાં મૂકી દેશે પણ જો તમને બેઝિક એકાઉન્ટ સમજી જશો તો આ કોયડાને ગણતરીની મિનિટોમાં સોલ્વ કરી શકશો.
ત્રિભુજની ખાલી જગ્યા પર શું આવશે?
તમને ફોટોમાં 3 ત્રિભુજ દેખાશે, જેમાં દરેક ત્રિભુજમાં જુદા-જુદા ખાંચામાં અમુક નંબરો લખેલા છે. તમે જોઈ શકો છો કે, ત્રીજા ત્રિભુજમાં એક ખૂણો ખાલી છે. બસ તમારે એ શોધવાનું છે કે, આ જગ્યા પર ક્યો અંક આવશે? ત્રિકોણના બધા ખૂણા પર એક અંક છે અને મધ્યમાં મોટી સંખ્યાઓ પણ લખેલી છે, એક જ ત્રિભુજમાં ફક્ત એક જ ખૂણાનો નંબર ખૂટે છે. તમને જણાવી દઈએ કે, તેમાં તમારે સરળ ભાગુસબાનો નિયમ અજમાવવાનો છે, આ સિવાય બીજું કશું જ કરવાનું નથી.
આવી રીતે જવાબ મળશે?
જો તમે સાચો લોજિક લગાવશો તો જવાબ સુઘી પહોંચી જશો. જો તમે યોગ્ય રીતે કરો તો તે ફક્ત 30 સેકન્ડનું જ કામ છે પરંતુ, જો યોગ્ય રીતે સોલ્વ કરવામાં આવે તો તે ફક્ત 30 સેકન્ડનું કામ છે પરંતુ, જે લોકો તેને સમજી શક્યા નથી તો તમારે જરુરી પેપરવર્ક કરવુ પડશે.
જો તમે પહેલો ત્રિભુજ જોશો તો -
ઉપરની તરફ નંબર 7 છે. ડાબી તરફ નંબર 5 છે. બંનેનો સરવાળો કરો તો 12 આવે. 12 ને 4 સાથે ગુણાકાર કરો તો વચ્ચેનો નંબર 48 આવે છે.
બીજા ત્રિભુજમાં પણ આ રીતે જ છે -
ઉપરની તરફ નંબર 9 છે. ડાબી બાજુ નંબર 6 છે, બંનેનો સરવાળો કરીને 15 આવે છે. 15 ને 3 સાથે ગુણાકાર કરો તો વચ્ચેનો નંબર 45 આવે છે.
હવે ત્રીજા ત્રિભુજનો નંબર શોધીએ -
ઉપરની તરફ નંબર 5 છે. ડાબી બાજુ નંબર 8 છે, બંનેનો સરવાળો કરીને 13 આવે. હવે 13 સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરીએ તો વચ્ચેનો અંક 78 આવે? તો જવાબ છે 6.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.