રિયલ લાઈફ એલિયન:પોતાને 'જેન્ડરલેસ' બનાવવા અમેરિકાનો યુવક 110 કોસ્મેટિક સર્જરી કરાવીને 'એલિયન’ જેવો બની ગયો, 37 લાખથી વધુ રૂપિયાનો ધુમાડો કર્યો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તદ્દન એલિયન જેવા લુક માટે વિની બ્લેક કલરના કોન્ટેક્ટ લેન્સ પહેરે છે
  • વિનીએ કહ્યું, ‘હું સ્ત્રી નથી કે પુરુષ પણ નથી, મને કોઈ લેબલ ના આપો’

સુંદર દેખાવાની ચાહમાં લોકો તમામ હદ પાર કરી દે છે. લાખો રૂપિયા ખર્ચીને કોસ્મેટિક સર્જરીથી લઈને બોટોકસ ઇન્જેક્શનની મદદ લે છે. આજે એક એવા મેકઅપ આર્ટિસ્ટ વિશે વાત કરીએ કે તેણે પોતાનો દેખાવ એલિયન જેવો કરવા માટે 100થી પણ વધારે કોસ્મેટિક સર્જરી કરાવી 37 લાખથી વધુ રૂપિયાનો ધુમાડો કર્યો. અમેરિકામાં લોસ એન્જલસમાં રહેતો 27 વર્ષીય વિની ઓહ પોતે મેકઅપ આર્ટિસ્ટ છે. પોતાને જેન્ડરલેસ બનાવવા માટે 17 વર્ષની ઉંમરથી કોસ્મેટિક સર્જરી કરાવવાનું શરૂ કરી દીધું હતું.

10 વર્ષ પછી ઓળખાતો નથી
વિનીને બાળપણથી બીજા ગ્રહ પર રહેતા લોકોમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. તેની પર રિયલ લાઈફ એલિયન બનવાનું ભૂત સવાર હતું. 10 વર્ષ પછીના વિનીને ઓળખવો પણ મુશ્કેલ બની ગયો છે. એટલું જ નહીં, પણ તદ્દન એલિયન જેવા લુક માટે વિની બ્લેક કલરના કોન્ટેક્ટ લેન્સ પહેરે છે.

‘હું ગે, લેસ્બિયન કે ટ્રાન્સજેન્ડર નથી’
પોતાના દેખાવ વિશે વિનીએ ન્યૂઝ વેબસાઈટના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારે સેક્સલેસ એલિયન બનવું હતું. મારે હાઈબ્રિડ બનવું હતું, કોઈ પુરુષ કે સ્ત્રી નહીં. 17 વર્ષની ઉંમરથી સેક્સલેસ અને જેન્ડરલેસ બનવાની ઈચ્છા જાગી. મેં ડોક્ટરને વાત કરી, પણ એ શક્ય નહોતું. ઘણાં વર્ષો પછી મને ખબર પડી કે હું ગે, લેસ્બિયન કે ટ્રાન્સજેન્ડર નથી. મારે મારી જાતને કોઈ લેબલ આપવું નથી. હું જે છું તે આ છું. ઘણા લોકોને એવું લાગે છે કે હું પુરુષમાંથી સ્ત્રી બની ગયો પણ આ વાત ખોટી છે.

દુનિયા શું કહેશે એની ચિંતા નથી
17 વર્ષની ઉંમરે વિનીએ લિપ સર્જરી કરી હતી. એ પછી સર્જરીનું કામ ચાલુ જ રહ્યું. વિનીને આઇબ્રો નથી અને લિપ્સ પણ દેખાવમાં અલગ લાગે છે. મેકઅપ આર્ટિસ્ટને તેના લુક માટે લોકોની મિક્સ કમેન્ટ મળે છે. ઘણા લોકોને વિનીનો વિચાર ગમ્યો, ઘણાએ તેના લુકને ડરામણો કહ્યો. જોકે આ બધી કમેન્ટથી વિનીને કોઈ ફરક પડતો નથી. સોશિયલ મીડિયા પર તેનું ફેન ફોલોઈંગ ઘણું સારું છે.