આજના જમાનામાં ઘણા એવા લોકો છે, જેમના એક લગ્ન પણ નથી થઈ શકતા, જો થઈ પણ જાય તો સંબંધ નિભાવવા માટે ઘણુંબધું કરવું પડતું હોય છે. આવા સમયે એક એવી વ્યક્તિ છે, જેને 28 પત્ની છે અને તે 37 લગ્ન કરી ચૂક્યો છે. જેનાથી તેને ઘણાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ છે અત્યારે તેની 28 પત્ની જીવિત છે અને તેની સાથે રહે છે.
વર્ષ 2021માં 37મા લગ્ન કરનારી આ વ્યક્તિનો વીડિયો બન્યો તો તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. આ જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે દુનિયામાં આવું પણ થઈ શકે છે. હવે આ વીડિયો ફરી એકવાર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈ લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.
લગભગ સવાસો પૌત્ર-પૌત્રીઓની સામે 37મા લગ્ન કર્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયોને એક વખત ફરીથી શેર કરવામાં આવી રહ્યો છે. આઈપીએસ ઓફિસર રૂપિન શર્માએ ટ્વિટર પર આ વીડિયોને જૂન 2021માં શેર કર્યો હતો. એ દરમિયાન વીડિયો શેર કરતાં તેમણે લખ્યું, 28 પત્ની, 135 બાળક અને 126 પૌત્ર-પૌત્રીની સામે 37મી વખત આ વ્યક્તિ લગ્ન કરી રહી છે. આ માણસ બહુ બહાદુર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વૃદ્ધ 37મી વખત વરરાજા બન્યો છે.
સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર આ વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર આ વીડિયોને આઈપીએસ ઓફિસર રૂપિન શર્માએ શેર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.