• Gujarati News
  • Lifestyle
  • This Man Blasted A Tesla Car Worth Rs 75 Lakh With 30 Kg Of Dynamite, You Will Be Shocked To Know Reason

ફિનલેન્ડ:એવું તે શું થયું કે આ ભાઈએ પોતાની 75 લાખ રૂપિયાની ટેસ્લા કાર 30 કિગ્રા ડાયનામાઇટથી ભડાકે દીધી? બ્લાસ્ટનો વાઇરલ વીડિયો પણ જુઓ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્યુમસ નામના વ્યક્તિએ લક્ઝુરિયસ કારને ભંગાર બનાવી દીધી
  • કાર રિપેરિંગનો ખર્ચો 17 લાખ રૂપિયા થતો હોવાથી તેણે કાર આગના હવાલે કરી

લક્ઝુરિયસ બ્રાન્ડ ટેસ્લાની EV ગ્રાઉન્ડબ્રેકિંગ ઈનોવેશન અને ફીચર્સ સાથે આવે છે. હાઈ એન્ડ ફીચર્સથી સજ્જ મોંઘીદાટ કારની આફ્ટર સેલ સર્વિસ પણ મોંઘી હોય છે. આવી મોંઘી સર્વિસથી કંટાળી એક માણસ ગુસ્સામાં એટલો લાલગુમ થયો કે તેણે 75 લાખ રૂપિયાની ટેસ્લા મોડેલ S કાર સળગાવી દીધી.

આ ઘટના ફિનલેન્ડની છે. ટેસ્લાની આફ્ટર સેલ સર્વિસ $22,480 (આશરે 17 લાખ રૂપિયા)ની હોવાથી ત્યુમસ નામના વ્યક્તિએ 30 કિલોગ્રામના ડાયનામાઈટથી લક્ઝુરિયસ કારને આગના હવાલે કરી દીધી.

રિપેરિંગનો ખર્ચો 17 લાખ રૂપિયા હોવાથી કાર સળગાવી દીધી
ટ્યુમસે 2013માં લોન્ચ થયેલી મોડેલ S કાર ખરીદી હતી. થોડા દિવસ પહેલાં તેની કાર ખરાબ થઈ ગઈ. તેણે કાર આફ્ટર સેલ સર્વિસના હવાલે કરી. 1 મહિના બાદ તેને ફોન આવ્યો કે તેની કાર રિપેર થઈ શકે તેવી હાલતમાં નથી. કાર ફરી દોડતી કરવી હોય તો તેણે 17 લાખ રૂપિયાની આખી બેટરી સિસ્ટમ ખરીદવી પડશે.

30 કિલોગ્રામ ડાયનામાઈટથી કાર બ્લાસ્ટ કરી

લક્ઝુરિયસ કાર ફરી દોડતી કરવા માટેનો ખર્ચો સાંભળી ત્યુમસના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો. કંટાળીને તેને નિર્ણય લીધો કે તે કારમાં બ્લાસ્ટ કરી દેશે. 30 કિલો ડાયનામાઈટ લઈ તેણે લક્ઝુરિયસ કાર બ્લાસ્ટ કરી ભંગાર બનાવી દીધી.

કાર બ્લાસ્ટ કર્યા બાદ ત્યુમસ ખુશ જોવા મળ્યો. કાર બ્લાસ્ટ કરી તે કંપની સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માગતો હતો. ઈન્ટરનેટ પર આ બ્લાસ્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ રહ્યો એ વીડિયોઃ

અન્ય સમાચારો પણ છે...