• Gujarati News
  • Lifestyle
  • This Man Arrived On The Plane Wearing Underwear Instead Of A Face Mask, And Was Kicked Out By Airline

અમેરિકા:આ નમૂનો ચહેરા પર માસ્કને બદલે અન્ડરવેર પહેરી પ્લેનમાં પહોંચી ગયો, ગેર વર્તૂણક માટે એરલાઈન સ્ટાફે ફ્લાઈટમાંથી બહાર તગેડી મૂક્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટમાં અદામ નામના વ્યક્તિએ આ કામ કર્યું
  • ફ્લાઈટમાં માસ્ક પહેરવાના નિયમનો વિરોધ કરવા માટે તેણે અન્ડવેર પહેરી

કોરોના વાઈરસથી બચવા માટે માસ્ક પહેરવો ફરજિયાત છે. હવાઈ મુસાફરી, બસ સ્ટરેશન અને રેલવે સ્ટેશન સહિતની જાહેર જગ્યાએ માસ્ક પહેરવો ફરજિયાત છે. પ્લેનની મુસાફરી દરમિયાન એક વ્યક્તિએ એવો વિચિત્ર માસ્ક પહેર્યો કે તેનો વીડિયો વાઈરલ થઈ ગયો. યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ પર અદામ નામનો વ્યક્તિ અન્ડરવેર મોઢા પર માસ્કની જેમ પહેરી બેસી ગયો. એરલાઈનના અધિકારીએ તેને આવી ઓછી હરકત માટે પ્લેનમાંથી હાંકી કાઢ્યો.

ફ્લોરિડાનો 38 વર્ષનો અદામ જેન Fort Lauderdale-હોલિવુડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ પકડી રવાના થવાનો હતો. પ્લેનમાં મુસાફરી માટે માસ્ક પહેરવાનો ફરજિયાત નિયમ હતો. આ નમૂનાએ યોગ્ય મેડિકલ કે સર્જિકલ માસ્ક પહેરવાને બદલે અન્ડરવેર પહેરી લીધી.

અન્ડરવેર પહેરી નિયમનો વિરોધ કર્યો
આ નમૂનો માસ્ક પહેરવાનો નિયમ માનતો નહોતો. એરલાઈનના માસ્કવાળા નિયમનો વિરોધ કરવા માટે તેણે મોઢા પર અન્ડરવેર પહેરી લીધી. એરલાઈન સ્ટાફને આ વ્યક્તિનું વર્તન અભદ્ર જણાતા અદામને પ્લેનમાંથી બહારનો દરવાજો બતાવી દીધો. ફ્લાઈટમાં આ વ્યક્તિની સ્ટાફ સાથેની મગજમારીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે અદામ એક કરતા વધારે ફ્લાઈટમાં માસ્કને બદલે અન્ડરવેર પહેરી ટ્રાવેલ કરી ચૂક્યો છે. જોકે આ વખતે તેને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. માસ્કને બદલે અન્ડરવેર પહેરી સ્ટાફ સાથે મગજમારી કરવા માટે એરલાઈન્સે અદામને બૅન કર્યો છે.