તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • This Italian Village Will Give Rs 24.80 Lakh To A Person Starting A Business Living There

અનોખી ઓફર:ઈટાલીનું આ ગામ ત્યાં વસવાટ કરી બિઝનેસ શરૂ કરનારને 24.80 લાખ રૂપિયા આપશે, આ લાભ લેવાની શરતો જાણી લો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈટાલીના ગામડાંઓ જીવંત રહે અને વેપાર જળવાઈ રહે તે હેતુથી સરકાર લોકોને પૈસા આપી રહી છે
  • 40 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિ ગામમાં બિઝનેસ શરૂ કરી આ ઓફરનો લાભ લઈ શકે છે

ઈટાલીના એક ગામમં વસવાટ કરવા પર ત્યાંની સરકાર તમને પૈસા આપશે. જીહા ઈટાલીનાં ગામમાં રહેવા પર ત્યાંની સરકાર તમને 24.5 લાખ રૂપિયા આપશે. જોકે તેનો લાભ મેળવવા માટે સરકારે કેટલીક શરતો પણ મૂકી છે.

ઈટાલીના ગામડાંઓને જીવંત રાખવા માટે અને વેપાર જળવાઈ રહે તે હેતુથી સરકારે ગામમાં વસવાટ કરનાર લોકોને પૈસા આપવાનો નિર્ણય કર્યો છે. ઈટાલીના કેલાબ્રિયા ગામમાં ઘર ખરીદી ત્યાં 3 વર્ષ સુધી વસવાટ કરવા પર £24,000 (આશરે 24.80 લાખ) રૂપિયા મળે છે.

જોકે આ રકમનો લાભ મેળવવાની શરત એ છે કે ઘર લેનાર વ્યક્તિની ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઈએ અને તેની પાસે ગામને જીવંત રાખવા માટે બિઝનેસ હોવો જોઈએ. ઈટાલીનું આ ગામડું હાલ ઈકોનોમિક ક્રાઈસિસમાંથી પસાર થઈ રહ્યું છે. હાલ ત્યાં 2 હજાર જેટલી જ વસતી છે.

પૈસાની આ ઓફર સાથે ઘર કુદરતની સુંદરતાની આસપાસ હશે તેવો પણ દાવો કરવામાં આવે છે. આ ગામના પ્રોજેક્ટનું નામ 'એક્ટિવ રેસિડેન્સી ઈન્કમ' છે. તેનો હેતુ દક્ષિણ ઈટાલીના ગામડાંઓને ફરી જીવંત કરવાનો છે.

અલ્ટોમોન્ટે ગામના મેયર જિયેનપિએટ્રો કોપાલાનું કહેવું છે કે, આ એક્સપેરિમેન્ટથી અમે સામાજિક સમરસતા કરવા માગીએ છીએ. લોકો અહીં આવીને રહે અને બિઝનેસ શરૂ કરે અને ગામનાં સ્થળોને જીવંત બનાવે.

ગામડાની વસતી ઘટતા ઈટાલીની ગામડાના ઘરો નજીવી કિંમતે વેચાઈ રહ્યા છે. ગયા વર્ષે લોરેન્ઝાના નામના ગામમાં એક મકાન ડિપોઝિટ વગર માત્ર €1 (આશરે 103 રૂપિયા)માં વેચાયું હતું. આ સાથે બિસાક્યા અને સમ્બુકા જેવા ગામમાં પણ લોકોને વસવાટ કરી બિઝનેસ કરવા માટે આવી ઓફર આપી હતી.

અન્ય સમાચારો પણ છે...