તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Lifestyle
 • This Is The World's Most Expensive Burger 'The Golden Boy', Priced At Rs 4.44 Lakh; Find Out Why Burgers Are So Expensive

ફાધર ઓફ ઓલ બર્ગર:આ છે દુનિયાનું સૌથી મોંઘું બર્ગર 'ધ ગોલ્ડન બોય', કિંમત 4.44 લાખ રૂપિયા; બર્ગરની મસમોટી કિંમત શા માટે છે જાણો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 'ધ ગોલ્ડન બોય' બર્ગરમાં સોનાની વરખ, કેસર, કિંગ ક્રેબ સહિતની સામગ્રીનો ઉપયોગ થયો છે
 • રેસ્ટોરાંના માલિક રોબર્ટ વીને આ બર્ગર વેચી તેના પૈસા NGOને ડોનેટ કર્યા છે
 • આ પહેલાં અમેરિકાના એક રેસ્ટોરાંના નામે દુનિયાનું સૌથી મોંઘું બર્ગર બનાવવાનો રેકોર્ડ હતો

નેધરલેન્ડની 'de-daltons' રેસ્ટોરાંનું એક બર્ગર હાલ વિશ્વભરમા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ રેસ્ટોરાંના શેફ રોબર્ટે દુનિયાનું સૌથી મોંઘુ બર્ગર 'ગોલ્ડન બોય' બનાવ્યું છે. તેની કિંમત $5,964 (આશરે 4.44 લાખ રૂપિયા) છે.

આટલા મોંઘાં બર્ગરની ખરીદી નેધરલેન્ડ બેઝ્ડ કંપની કોન્ગ્લોમેરેટ રેમિયા ઈન્ટરનેશનલે રોબર્ટ પાસેથી કરી છે. રોબર્ટે તેના પૈસા ફૂડ બેંકને મદદ કરતા એક NGOને ડોનેટ કર્યા છે.

ગોલ્ડન બોયની કિંમત આટલી મોંઘી કેમ?
ગોલ્ડન બોય બર્ગરમાં સોનાની વરક સહિતની પ્રીમિય વસ્તુઓનો ઉપયોગ થયો છે. રેસ્ટોરાંના માલિક રોબર્ટનું વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનું સપનું હતું. દુનિયાનું સૌથી મોંઘું બર્ગર બનાવી તેને સાકાર કર્યું છે. ગોલ્ડન બોય બનાવવા માટે આ સામગ્રીનો ઉપયોગ થયો છે:

 • સોનાની વરખ
 • કિંગ ક્રેબ (એક પ્રકારનો જાયન્ટ કરચલો)
 • બેલુગા કેવિયર
 • ડક એગ માયોનીઝ (બતકનાં ઈંડાનું માયોનીઝ)
 • ડોમ પેરિન્યોન શૅમ્પેઈન
 • કેસર
 • વેગ્યુ બીફ
 • ઈંગ્લિશ ચેડર ચીઝ
 • સ્પેનિશ પલેટા ઈબેરિકો

વર્લ્ડ રેકોર્ડ તોડવાનું સપનું
રોબર્ટ વીને સર્ચ કરતાં માલુમ પડ્યું કે, આ પહેલાં વર્ષ 2011માં અમેરિકાના એક રેસ્ટોરાંના નામે દુનિયાનું સૌથી મોંઘું બર્ગર બનાવાનો રેકોર્ડ હતો. તેની કિંમત $4981 (આશરે 3.70 લાખ રૂપિયા) છે. તેથી તેને લાગ્યું કે તે આના કરતાં પણ વધુ સારું અને મોંઘું બર્ગર તૈયાર કરી રેકોર્ડ તોડી શકે છે.

રોબર્ટ કહે છે વર્લ્ડ રેકોર્ડ તોડવો એ તેનું સપનું હતું. કોરોનાકાળમાં તમામ લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં આ કંઈક સારી શરૂઆત છે. રોબર્ટે અત્યાર સુધી આ બર્ગર એક ગ્રાહકને વેચ્યું છે તે હજુ ગ્રાહકની શોધમાં છે. રોબર્ટે સોશિયલ મીડિયા પર પણ તેની તસવીર શેર કરી છે. જે ખુબ વાઈરલ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...