તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • This Is The World's Most Dangerous Cheese 'Casu Marzu', Which Is Fined Rs 43 Lakh For Trading In Italy.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ તે કેવું ચીઝ:આ છે દુનિયાનું સૌથી ખતરનાક ચીઝ ‘Casu Marzu’, ઈટાલીમાં તેનો વેપાર કરવા પર 43 લાખ રૂપિયાનો દંડ લાગે છે

2 મહિનો પહેલા
ઈટાલીની સરકારે ‘Casu Marzu’ને 1962થી બેન કર્યું છે. તેના વેપાર પર 43 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.
  • આ ચીઝ ઘેટાના દૂધમાંથી બને છે. આ ચીઝ ખતરનાક તેમાં રહેલાં નાનાં જંતુઓને કારણે બને છે
  • આ જંતુ ચીઝ ખાધા પછી પણ પેટમાં જીવિત રહે છે
  • તે આંતરડાંમાં કાણું પાડી નુક્સાન પહોંચાડી શકે છે

જો તમે ચીઝ લવર્સ છો તો સમાચાર તમારા માટે છે. અત્યાર સુધી તમે ચીઝના ફાયદા અને ગેરફાયદા બંને વિશે સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય દુનિયાના સૌથી ખતરનાક ચીઝ વિશે સાંભળ્યું છે. જી હા ઈટાલીના સાર્ડિનિયામાં મળી આવતું ‘Casu marzu’ નામનું ચીઝ દુનિયાનું સૌથી ખતરનાક ચીઝ છે. આ પદવી તેને ગિનીસ વર્લ્ડ ઓફ રેકોર્ડ્સ દ્વારા મળી છે. કારણ કે આ ચીઝ maggots (એક પ્રકારના કીડા) સાથે આવે છે જે તમારાં આંતરડાંને પણ ખાઈ શકે છે.

કેવી રીતે બને છે દુનિયાનું સૌથી ખતરનાક ચીઝ

ચીઝની વચ્ચેના ક્રીમી લેયરને છૂટ્ટુ પાડવામાં આવે છે. તેમાં પણ નાના કીડા ખદબદતાં હોય છે
ચીઝની વચ્ચેના ક્રીમી લેયરને છૂટ્ટુ પાડવામાં આવે છે. તેમાં પણ નાના કીડા ખદબદતાં હોય છે

આ ચીઝ ઘેટાના દૂધમાંથી બને છે. આ ચીઝ ખતરનાક તેના maggotsને કારણે બને છે. ચીઝ સ્કીપર તરીકે જાણીતા જંતુ આ ચીઝ પર બમણે છે અને તેના ઈંડાં મૂકીને જાય છે અને આ ઈંડાંમાંથી maggots વિકસિત થાય છે. ઈંડાંમાથી વિકસિત થતાં નાના કીડાને maggots કહેવાય છે. ચીઝ બનાવતા લોકો ચીઝની અંદરના ક્રીમી લેયરને છૂટ્ટુ પાડી લે છે. તેને casu marzu કહેવાય છે. જોકે આ સ્ટેજમાં પણ તેમાં maggots ખદબદતાં હોય છે.

ચીઝમાં રહેલાં જંતુ આંતરડાંમાં કાણાં પાડી શકે છે

ચીઝમાં રહેતાં જંતુ પેટમાં ગયા પછી પણ જીવિત રહે છે અને આંતરડાંમાં કાણાં પાડી શકે છે
ચીઝમાં રહેતાં જંતુ પેટમાં ગયા પછી પણ જીવિત રહે છે અને આંતરડાંમાં કાણાં પાડી શકે છે

નવાઈની વાત તો એ છે કે કેટલીક થિયરી પ્રમાણે, આ maggots ચીઝ ખાધા પછી પણ પેટમાં જીવિત રહે છે. તે આંતરડાંમાં કાણાં પાડી શકે છે અને ગંભીર નુક્સાન પહોંચાડી શકે છે. આ કન્ડિશનને મેડિકલની ભાષામાં myiasis કહેવાય છે. જોકે આવો એક પણ કેસ અત્યાર સુધી જોવા મળ્યો નથી, પંરતુ આ ખતરનાક ચીઝના પરિણામને જોતાં તેનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લાગેલો છે.

ચીઝના વેપાર પર મસમોટો દંડ
Casu marzu સાર્ડિનિયાની ટ્રેડિશન પ્રોડક્ટ છે. ત્યાંના લોકો હજુ પણ તેનું સેવન કરે છે. પરંતુ ઈટાલીની સરકારે તેને 1962થી બેન કર્યું છે. સરકારે આ ચીઝની ખરીદી અથવા વેચાણ કરનાર પર €50,000 (આશરે 43 લાખ રૂપિયા)નો દંડ રાખ્યો છે.

નિશ્ચિત સમયે જ તૈયાર થાય છે આ ખતરનાક ચીઝ

ઘેટાના રીપ્રોડક્ટિવ સ્ટેજમાંથી લેવાતા દૂધમાંથી ચીઝ બને છે
ઘેટાના રીપ્રોડક્ટિવ સ્ટેજમાંથી લેવાતા દૂધમાંથી ચીઝ બને છે

ઘેટાના દૂધમાંથી બનતું આ ચીઝ બારેમાસ તૈયાર કરી શકાતું નથી. જ્યારે પ્રાણી રીપ્રોડક્ટિવ સ્ટેજમાં હોય ત્યારે જૂન મહિનાના અંતે તેનાં દૂધમાંથી આ ચીઝ તૈયાર થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો