તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • This Is The Right Time To Grow New Plants, Regular Grooming In Pots, When To Apply Organic Manure Like Vermi Compost.

હોમ ગાર્ડનિંગ:નવા છોડ ઉગાડવા માટે આ સમય યોગ્ય છે, કુંડામાં નિયમિત માવજત કરતા રહેવું, વર્મી કમ્પોસ્ટ જેવા જૈવિક ખાતરને ક્યારામાં નાખવું પણ જરૂરી

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોમાસાનું શુદ્ધ પાણી છોડ માટે ફાયદાકારક હોય છે, પરંતુ સૌથી મોટો પડકાર આ છોડને વધારાના પાણીથી બચાવવાનો પણ છે. જાણીએ જુલાઈ મહિનામાં વરસાદની સિઝનમાં હોમ ગાર્ડનિંગ દરમિયાન શું ધ્યાન રાખી શકાય છે.

કયા છોડ ઉગાડવાનો સમય છે?
1. જુલાઈ મહિનાની શરૂઆતમાં ગુલદાઉદીની શાખા ઉગાડી શકાય છે. તેની ત્રણથી ચાર ઈંચ લાંબી ડાળીને પાણીમાં પલાળીને ખાસ કરીને તૈયાર કરવામાં આવેલી માટીમાં લગાવો.

2. આ સિઝનમાં ડહેલિયા, ક્રોટન, ડ્રેસિના, દેશી ગુલાબ, ગાર્ડનિયા, એક્ઝોરા વગેરેના છોડને પણ આ રીતે લગાવી શકાય છે.

3. નર્સરીમાંથી લાવીને, કેરી, જામફળ, નારંગી, લીંબુ, રાત રાણી, પારીજાત (હારશૃંગાર), બેલા, ચાંદની, મોગરો, જૂહી, ચમેલી વગેરેના છોડ ઉગાડવા માટે આ સમય યોગ્ય છે.

કિચન ગાર્ડનમાં શું કરવું ?
આ સમયે તમે ટામેટાં, રીંગણ, મરચાં, કેપ્સિકમ, કોબીના બીની વાવણી કરીને તેની નર્સરી તૈયાર કરી શકો છો. બાદમાં તેને ટ્રાન્સપ્લાન્ટ કરી દો. ભીંડાને પણ અત્યારે વાવી શકાય છે. જો કોબી, ટામેટાં અથવા મરચાના પહેલા જ બી વાવી દીધા છે તો છોડ તૈયાર થવા પર તેનું વાવેતર જુલાઈમાં કરી શકાય છે. ​​​​​​​

માટીમાં પોષણ માટે શું કરવું?
ચોમાસામાં વધારે વરસાદ પડવાથી માટીમાંથી પોષક તત્ત્વો પણ ધોવાઈ જાય છે. તેથી છોડને યોગ્ય પોષણ મળી શકે, તેના માટે છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ જેવા જૈવિક ખાતરને કુંડામાં તથા ક્યારામાં સારી રીતે નાખો.

કેવી રીતે સુનિશ્ચિત કરવું કે પાણી જાય છે?

1.વધારે વરસાદના કારણે ક્યારામાં, લોન અને કુંડામાં પાણી ભરાઈ જવાની સંભાવના રહે છે, જે છોડ માટે ઘાતક સાબિત થઈ શકે છે.

2. લોનઃ તેને તૈયાર કરતા સમયે જ પાણીની નિકાસી સુનિશ્ચિત કરી લેવી જોઈએ. લોનમાં હળવો ઢાળ એક તરફ આપવો જોઈએ જેનાથી વરસાદના સમયે વધારાનું પાણી બહાર જતું રહે.

3. ક્યારાઓઃ ક્યારાઓ તૈયાર કરતાં સમયે બે ફૂટ ઊંડો ખાડો ખોદીને માટીને અલગ કરી દો. પછી બે-ત્રણ ઈંચના પત્થરો અથવા ઇંટોના ટુકડાઓ ગોઠવી દો. ત્યારબાદ માટીમાં ઓછામાં ઓછો એક તૃતીયાંશ ભાગ રેતી અને એક તૃતીયાંશ ભાગ ખાતર નાખો. નાખ્યા બાદ પાવડાની મદદથી માટીને ખેંચીને એક તરફ ઢાળ બનાવી લો.

4. કુંડામાં છિદ્રો ખુલ્લા રાખો, નિયમિતપણે માવજત કરતા રહેવું, જેથી કુંડામાં પાણી ભરાઈ નહીં જાય. જો સતત વરસાદ પડી રહ્યોહોય તો કુંડાને વરસાદના દિવસોમાં આડા પણ રાખી શકો છો.

અન્ય સમાચારો પણ છે...