• Gujarati News
  • Lifestyle
  • This Is The Most Expensive Pillow In The World, Which Is Worth More Than 45 Lakhs, Know Its Specialty

દુનિયાનું સૌથી મોંઘું ઓશીકું:આ છે વિશ્વનું સૌથી મોંઘું તકિયુ, જેની કિંમત 45 લાખથી પણ વધુ છે, જાણો તેની ખાસિયત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તકિયાની અંદર સોના, હીરા અને નીલમ સહિત ઘણા રત્ન જડવામાં આવ્યા છે. આ ખાસ તકિયા પર માથું રાખતા જ ઊંઘ આવી જાય છે અને માનસિક તણાવથી પણ રાહત મળે છે - Divya Bhaskar
આ તકિયાની અંદર સોના, હીરા અને નીલમ સહિત ઘણા રત્ન જડવામાં આવ્યા છે. આ ખાસ તકિયા પર માથું રાખતા જ ઊંઘ આવી જાય છે અને માનસિક તણાવથી પણ રાહત મળે છે
  • સૌથી મોંઘા તકિયાને નેધરલેન્ડના એક ફિઝિયોથેરાપિસ્ટે ડિઝાઈન કર્યુ
  • આ તકિયાથી માનસિક તણાવથી રાહત મળે છે
  • તકિયાની અંદર ભર્યા છે હીરા અને સોના-ચાંદી

સૂતી વખતે માથા નીચે તકિયુ મૂકવું સામાન્ય વાત છે. સામાન્ય રીતે તકિયુ 200-300 રૂપિયામાં આવી જાય છે, પરંતુ જો તમને ખબર પડે કે એક તકિયાને હાલમાં અડધો કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું છે, તો તમારું રિએક્શન શું હશે. તમે નિશ્ચિત રીતે આશ્ચર્યચકિત થઈ જશો અને એ પણ જાણવા માગશો કે તકિયામાં આખરે એવું તો શું છે કે લાખો રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

નેધરલેન્ડના ફિઝિયોથેરેપિસ્ટે બનાવ્યું ખાસ તકિયુ
WION વબેસાઈટના રિપોર્ટ પ્રમાણે, દુનિયાનાં સૌથી મોંઘા તકિયાને નેધરલેન્ડના એક ફિઝિયોથેરેપિસ્ટે ડિઝાઈન કર્યું છે. ખાસ કરીને ડિઝાઈન કરવામાં આવેલા તકિયાને બનાવવામાં તેમણે લગભગ 15 વર્ષ લાગ્યા. આ સખત પરિશ્રમ બાદ આખરે તેઓને તકિયાને તૈયાર કરવામાં સફળતા મળી.

તકિયાને ડિઝાઈન કરનાર ફિઝિયોથેરેપિસ્ટ થિજ્સ વેન ડેર હિલ્સ્ટ.
તકિયાને ડિઝાઈન કરનાર ફિઝિયોથેરેપિસ્ટ થિજ્સ વેન ડેર હિલ્સ્ટ.

તકિયાની અંદર હીરા અને સોના-ચાંદી ભર્યા છે
આ ખાસ તકિયાની વિશેષતા જાણી તમે પણ આશ્ચર્ય પામી જશો. આ તકિયાની અંદર સોના, હીરા અને નીલમ સહિત ઘણા રત્ન જડવામાં આવ્યા છે. આ તકિયાની અંદરનું કોટન રોબોટ મિલિંગ મશીનનું હોય છે. આ તકિયાની ચેનમાં ચાર હીરા જડવામાં આવ્યા છે. આ પ્રકારના એક નહીં, પરંતુ અનેક તકિયા બનાવવામાં આવ્યાં છે. આ તકિયાને ગણ્યા-ગાઠ્યા લોકોને બ્રાન્ડેડ બૉક્સમાં પેક કરીને આપવામાં આવે છે.

આ તકિયાની અંદરનું કોટન રોબોટ મિલિંગ મશીનનું હોય છે.
આ તકિયાની અંદરનું કોટન રોબોટ મિલિંગ મશીનનું હોય છે.

સૂતા જ ઊંઘ આવી જાય છે, માનસિક તણાવ દૂર થાય છે
આ શાનદાર તકિયાને ડિઝાઈન કરનારા ફિઝિયોથેરેપિસ્ટનો દાવો છે કે જે લોકોને અનિદ્રા અથવા માથાના દુખાવાની ફરિયાદ રહે છે, તે લોકો માટે આ તકિયુ સારું છે. ફિઝિયોથેરપિસ્ટના અનુસાર, રાત્રે આ ખાસ તકિયા પર માથું રાખતા જ ઊંઘ આવી જાય છે અને માનસિક તણાવથી પણ રાહત મળે છે.

માત્ર 45 લાખ રૂપિયા તકિયાની કિંમત રાખવામાં આવી છે
આ તકિયાની કિંમત માત્ર 57,000 ડોલર એટલે કે 45 લાખ રૂપિયા છે. કિંમત જાણીને તમારા પણ હોંશ ઉડી ગયા હશે. જો કે આ તકિયાની યોગ્ય કિંમત રાખવામાં આવી છે અને તેને ખરીદનારા લોકોની નેધરલેન્ડમાં ઘણી ક્વેરી આવી રહી છે. જો માનસિક તણાવથી રાહત મળતી હોય તો 45 લાખ રૂપિયા કોઈ મોટી રકમ થોડી છે. કહેવાય છે ને જાન હે તો જહાન હે.

અન્ય સમાચારો પણ છે...