તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • This Is The Most Expensive Ice Cream In The World, A Spoon Costs More Than 60 Thousand Rupees

સોનાનો આઈસ્ક્રીમ:આ છે દુનિયાનો મોંઘામાં મોંઘો આઈસ્ક્રીમ, એક સ્પૂનની કિંમત 60 હજાર કરતાં પણ વધારે છે

9 દિવસ પહેલા
દુબઈના ‘સ્કૂપી કેફે’ બ્લેક ડાયમંડ નામનો આઈસ્ક્રીમ સર્વ કરે છે, જે દુનિયાનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ છે અને તેની કિંમત એક તોલા સોના કરતાં પણ વધારે છે.
  • દુબઈના ‘સ્કૂપી કેફે’ બ્લેક ડાયમંડ નામનો એક આઈસ્ક્રીમ સર્વ કરે છે. જેની કિંમત લગભગ 62,900 રૂપિયા છે.
  • સામગ્રીમાં ઇટાલિયન ટ્રુફલ્સ, એમ્બ્રોશિયલ ઇરાની કેસર અને 23-કેરેટ ગોલ્ડ ફ્લેક્સ સામેલ છે
  • 23 કેરેટ સોનાથી આઈસ્ક્રિમને ગાર્નિશ કરવામાં આવે છે

તમે મોંઘામાં મોંઘી કેટલા રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો હશે? સો, બસો, પાંચસો કે હજાર. પણ આજે અમે તમને એક એવા આઈસ્ક્રીમ વિશે જણાવીશું જેની કિંમત દુનિયામાં સૌથી મોંઘી છે. અને તેની કિંમત એક તોલા સોના કરતા પણ વધારે છે.

બ્લેક ડાયમંડ સૌથી મોંઘો આઈસ્ક્રીમ
એક રિપોર્ટના અનુસાર, દુબઈના ‘સ્કૂપી કેફે’ બ્લેક ડાયમંડ નામનો એક આઈસ્ક્રીમ સર્વ કરે છે. જેની કિંમત લગભગ 840 ડોલર (62,900 રૂપિયા) છે. તેને દુનિયાનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ માનવામાં આવે છે. આ સમયે 22 કેરેટ સોનાના એક તોલાની કિંમત 50 હજાર રૂપિયાથી ઓછી છે.જાણો એવું શું છે આ આઈસ્ક્રીમમાં જે તેને ખાસ બનાવે છે.

આઈસ્ક્રીમની સામગ્રી
આ આઈસ્ક્રીમની ખાસ વાત તેની સામગ્રી. તેમાં ઇટાલિયન ટ્રુફલ્સ, એમ્બ્રોશિયલ ઇરાની કેસર અને 23-કેરેટ ગોલ્ડ ફ્લેક્સ સામેલ છે. તેને ફ્રેશ વેનિલા બીન્સમાંથી બનાવવામાં આવે છે. તેમાં ઉચ્ચ ક્વોલિટીનું કેસર અને બ્લેક ટ્રફ્લ પણ નાખવામાં આવે છે અને તેને તમારી આંખો સામે જ બનાવવામાં આવે છે. એટલું જ નહીં આઈસ્ક્રીમને સર્વ કરવા માટે તેનું ગાર્નિશિંગ 23 કેરેટ સોનાથી કરવામાં આવે છે. તે ખાવા માટેનું સોનું હોય છે. આ આઈસ્ક્રીમને સર્વ કરવાનો અંદાજ પણ અનોખો છે.

સોનાની કોફી પણ મળે છે

આઈસ્ક્રીમ તો મોંઘો છે જ, પણ તેને સર્વ કરવા માટે આપવામાં આવતો કપ પણ એટલો જ મોંઘો છે. આ આઈસ્ક્રીમને કેફે બ્લેક અને ગોલ્ડ કલરના સ્પેશિય Versace બાઉલમાં સર્વ કરવામાં આવે છે. દુબઈમાં સોનાની કોફી પણ મળે છે.દુબઈના જે કાફેમાં આ આઈસ્ક્રીમ મળે છે, તે જ જગ્યા પર 23 કેરેટના એડિબલ ગોલ્ડમાંથી બનેલી Latte Coffee કોફી પણ સર્વ કરવામાં આવે છે. તેને અહીંના લોકો ગોલ્ડ કોફીના નામથી ઓળખે છે.