શું તમારું બાળક ઊંઘમાં ચાલે છે?:આ છે આરામથી સૂવાની સ્ટ્રેટેજી, ઉંમર સાથે જ સીધો સૂતાં શીખે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાના બાળકો આખો દિવસ ઘરમાં ધમાલ મચાવે છે અને રાત્રે ઊંઘ દરમિયાન અસ્ત-વ્યસ્ત રીતે સુઈને માતા-પિતાને પણ પરેશાન કરે છે. પરિવારના સભ્યોની ફરિયાદ એ છે કે, નાના બાળકો મુક્તપણે સૂઈ જાય છે અને ઊંઘમાં તેમના હાથ-પગ મારતા રહે છે. લેખિકા જેસિકા ગ્રોસ કહે છે, 'મારી 5 વર્ષની દીકરી ગાંડાની જેમ સુવે છે અને હું સવારે જાગું છું ત્યાં સુધીમાં તો તે પોતાની મૂળ સ્થિતિથી ઉંધી અવસ્થામાં સૂતી હોય છે. તેનું માથું નીચે હોય છે અને તેના પગ ઓશીકા પર છે. ઘણીવાર તો તે અડધી પથારીની અંદર અને અડધી પથારીની બહાર હોય છે. ફક્ત એટલું જ નહીં ઘણીવાર તો તે મને બેલે ડાન્સના પોઝમાં સૂતી જોવા મળી જાય છે. સૌથી ડરામણી વાત એ છે કે, તે ઊંઘમાં લાત મારવાની આદત ધરાવે છે, જેનો ભોગ ઘણીવાર હું બની છું.'

ઊંઘમાં ચાલવું મોટાભાગના બાળકો માટે સામાન્ય બાબત છે
ગ્રોસ કહે છે, 'મારી દીકરીના આ વર્તનથી મેં ત્રણ સ્લીપ એક્સપર્ટ સાથે વાત કરી. મેં તેમને પૂછ્યું કે, શા માટે નાના બાળકો પુખ્ત વયના લોકો અથવા મોટા બાળકો કરતા વધુ પડતાં અસ્તવ્યસ્ત રીતે સુવે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુરોલોજી, સાઇકિયાટ્રી એન્ડ બિહેવિયરલ સાયન્સિસના આસિસ્ટન્ટ પ્રો. શેલ્બી હેરિસ કહે છે, 'ઊંઘ દરમિયાન ચાલવું એ મોટાભાગના બાળકો માટે સામાન્ય બાબત છે. પુખ્ત વયના લોકો સહિત દરેક વ્યક્તિ ઊંઘના ચક્ર વચ્ચે જાગે છે અને આપણે ઓશીકા પર માથું રાખીને અને પગને નીચેની તરફ રાખીને સૂવાનું શીખીએ છીએ.

બાળકો આરામથી સૂવા માટે શરીરને ખસેડે છે
તેથી જ્યારે બાળકો ઊંઘના ચક્ર વચ્ચે જાગે છે, ત્યારે તે સૌથી વધુ આરામદાયક સ્થિતિ મેળવવા માટે શરીરને ખસેડે છે. તેમના માથા નીચે ઓશીકું છે કે નહીં તેની તેમને ચિંતા નથી હોતી. અમેરિકન એકેડેમીના સ્લીપ મેડિસિનના ફેલો, લિન્નેલ સ્નીબર્ગ કહે છે, 'નાના બાળકો સૂવા માટે કેટલીક બિન-પરંપરાગત રીતો વિકસાવે છે. તેમના નિત્યક્રમમાં પગથી લાત મારવી, પગને એકસાથે ઘસવું અથવા શરીરને ખસેડવું સામેલ હોઈ શકે છે. આ તે પ્રક્રિયા છે જે તે ઊંઘમાં પુનરાવર્તિત કરે છે.' આ સાથે જ યેલ ન્યૂ હેવન ચિલ્ડ્રન હોસ્પિટલના પીડિયાટ્રિક સ્લીપ મેડિસિન પ્રોગ્રામના ડિરેક્ટર ડૉ.ક્રેગ કેનાપારી કહે છે, 'જો બાળક યોગ્ય રીતે સૂતો નથી તો બાળરોગ ચિકિત્સક સાથે વાત કરવાની જરૂર છે.'

જો બાળક અયોગ્ય રીતે સુવે છે તો બાળરોગ ચિકિત્સક સાથે વાત કરો
ડૉ.કેનાપરી કહે છે, 'જો બાળક વારંવાર જાગે અને પછી માંડ-માંડ ઊંઘે તો પથારીમાં ઊંઘવાનો સમય લાંબો થઈ શકે. જો બાળક સવારે ચીડિયાપણું અનુભવે છે અથવા તો દિવસ દરમિયાન તેને કઈ જ સારું ના લાગે અને તણાવ અનુભવે તો સારી ઊંઘ ના આવવા જેવી સમસ્યા થઈ શકે છે. નસકોરાં ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાની નિશાની હોઈ શકે છે. પગમાં દુખાવાની ફરિયાદ રેસ્ટલેસ લેગ સિંડ્રોમનો સંકેત હોઈ શકે છે.