તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • This Guy Set A Guinness World Record By Getting More Than 225 Signature Tattoos On His Back.

ટેટૂનો ગાંડો શોખ:આ વ્યક્તિએ પીઠ પર 225થી વધુ લોકોના સિગ્નેચરના ટેટૂ કરાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફ્લોરિડાના ફંકી મેટાસે એવો આઈડિયા શોધી કાઢ્યો કે તેણે પોતાના ટેટૂથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેને પોતાની પીઠ પર 225 સિગ્નેચરના ટેટૂ કરાવ્યા. - Divya Bhaskar
ફ્લોરિડાના ફંકી મેટાસે એવો આઈડિયા શોધી કાઢ્યો કે તેણે પોતાના ટેટૂથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેને પોતાની પીઠ પર 225 સિગ્નેચરના ટેટૂ કરાવ્યા.
  • ફંકી મેટાસે પીઠ પર 225થી વધુ લોકોની સિગ્નેચર પર્મનન્ટ ટેટૂની જેમ કરાવી લીધી
  • તે હજી પણ ઘણા સેલેબ્સના ટેટૂ સાઈન કરાવવા માગે છે

દુનિયામાં ઘણા લોકોને ટેટૂ કરાવવાનો શોખ હોય છે. અમુક લોકો ટેટૂની પાછળ એટલા ગાંડા હોય છે કે તેમના શરીર પર એક બે નહીં પરંતુ ઘણા બધા ટેટૂ કરાવતા હોય છે. ત્યારે ફ્લોરિડાના એક વ્યક્તિએ એવો આઈડિયા શોધી કાઢ્યો કે તેણે પોતાના ટેટૂથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં આ વ્યક્તિએ પોતાની પીઠ પર 225થી વધુ લોકોની સિગ્નેચર પર્મનન્ટ ટેટૂની જેમ કરાવી લીધી છે.

ફંકી મેટાસ નામનો આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ઘણો ફેમસ છે. ફંકી મેટેસનું સાચું નામ જુઆન મેટાસ છે. જુઆન એક ટેટૂ આર્ટિસ્ટ હતો જેણે ઘણા લોકોના ટેટૂ બનાવ્યા છે. એક વખત જુઆનને પોતાના શરીર પર ટેટૂ આર્ટ કરવાનો આઈડિયા આવ્યો. તે એવું ટેટૂ કરાવવા માગતો હતો જેનાથી તે ઘણો ફેમસ થાય.

વિચારણા કર્યા પછી, તેની સામે બે વિકલ્પો આવ્યા. પહેલો વિકલ્પ હતો કે તે પોતાની પીઠ પર માય સ્પેસ જેવું એક ફોર્મ બનાવી લે જેને તેના પરિવારના લોકો અને મિત્રો ભરે અથવા પછી તે તેના મિત્રો દ્વારા તેની પીઠ પર ટેટૂ મશીન દ્વારા સાઈન કરાવે. જુઆને બીજો ઓપ્શન પસંદ કર્યો અને મિત્રો દ્વારા સાઈન કરાવી. પરંતુ તેને ઓટોગ્રાફ લેવાનો એવો શોખ ચઢ્યો કે તે માત્ર મિત્રો સુધી મર્યાદિત ન રહ્યો. તેને પોતાના પરિવારના તમામ લોકો દ્વારા સાઈન કરાવી, ફેમસ ટેટૂ આર્ટિસ્ટ્સ દ્વારા સાઈન કરાવી અને પછી સેલિબ્રિટીઝના ટેટૂ સાઈન કરાવવા લાગ્યો.

ઓડિટી સેન્ટ્રલના રિપોર્ટના અનુસાર, અત્યાર સુધી તેના શરીર પર 225થી પણ વધારે ટેટૂ છે જેમાં માર્વલ કોમિક્સના સ્ટેન લી, વિલ સ્મિથ, ગેરાર્ડ બટલર, સ્પોન્જ બોબ કાર્ટૂન વોઈસ આર્ટિસ્ટ, એલિજાહ વૂડ, માઈકલ ફોક્સ, ક્રિસ્ટોફર લોયડ જેવા મોટા નામ સામેલ છે. જ્યારે તેના શરીર પર 190 ટેટૂ બની ગયા હતા ત્યારે તેને શરીર પર સૌથી વધારે સિગ્નેચર કરાવવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. પરંતુ ત્યારબાદ પણ તે અટક્યો નહીં. 2019 સુધી તેની પીઠ પર 225 ટેટૂ હતા અને તેનું કહેવું છે કે હજી પણ ઘણી જગ્યા બાકી છે અને તે 300 સુધી લઈ જવા માગે છે. જુઆન જણાવે છે કે, તે હજી પણ ઘણા સેલેબ્સના ટેટૂ સાઈન કરાવવા માગે છે.