• Gujarati News
  • Lifestyle
  • This Guy Is In A Relationship With His Car, He Said Love At First Sight, We Make Love In Different Ways

વિચિત્ર લવ સ્ટોરી:પોતાની કાર સાથે રિલેશનશિપમાં છે આ વ્યક્તિ, કહ્યું- પહેલી નજરનો પ્રેમ હતો, અલગ-અલગ રીતે લવ મેકિંગ કરીએ છીએ

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તે પોતાની કારની સાથે અલગ અલગ પોઝિશનમાં સેક્સ કરી ચૂક્યો છે

પ્રેમ વિશે એવું કહેવાય છે કે ક્યારે, કોની સાથે, ક્યાં અને કઈ વ્યક્તિ સાથે થઈ જાય તે ખબર પણ નથી પડતી, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિને પોતાની કાર સાથે પ્રેમ થઈ ગયો હોય. હા, અમેરિકાના નેથિયલ નામના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તે પોતાની કાર સાથે રિલેશનશિપમાં છે. તેને પોતાની શેવી મોન્ટે કાર્લો કાર સાથે ઘણો પ્રેમ છે અને તે તેની સાથે 1998થી રિલેશનશિપમાં છે. તેનું કહેવું છે કે, તેણે પોતાની કાર સાથે અલગ- અલગ પોઝિશનમાં સેક્સ પણ કર્યું છે.

અમેરિકાના નેથિયલને નામના વ્યક્તિને કાર સાથે 'પ્રથમ નજરે પ્રેમ' થયો.
અમેરિકાના નેથિયલને નામના વ્યક્તિને કાર સાથે 'પ્રથમ નજરે પ્રેમ' થયો.

ડોક્યુમેન્ટરી દ્વારા પ્રેમનો ખુલાસો કર્યો
ડોક્યુમેન્ટરીમાં નેથિયલે પોતાની વિચિત્ર લવ લાઈફનો ખુલાસો કર્યો. તેને જણાવ્યું કે, તે પોતાની કારને પ્રેમથી 'ચેસ' કહીને બોલાવે છે અને તે પોતાની કાર સાથે ટેલીપેથી દ્વારા વાતચીત કરે છે. તેણે કહ્યું કે, હું મારી કાર સાથે સિરિયસ રિલેશનશિપમાં છું. આ પહેલી નજરનો પ્રેમ હતો. કારની બોડી અને ઇન્ટિરિયર બધું એકસાથે ફિટ લાગી રહ્યું હતું. મને એક કનેક્શન ફીલ થયું. મને નથી ખબર કે હું આવું કેમ મહેસૂસ કરું છું, મને માત્ર એટલી જ ખબર જ છે હું ચેસને ઘણો પ્રેમ કરું છું. જ્યારે અમે એક સાથે હોઈએ છીએ તો અમે સારો સમય પસાર કરીએ છીએ.

કારની સાથે શારીરિક સંબંધ હોવાનો દાવો કર્યો છે.
કારની સાથે શારીરિક સંબંધ હોવાનો દાવો કર્યો છે.

કારની સાથે શારીરિક સંબંધ હોવાનો દાવો
નેથિયલ કિશોરાવસ્થાથી જ કારને પ્રેમ કરે છે, પરંતુ તે સમયે તેણે વધારે ધ્યાન ન આપ્યું. તેણે કહ્યું કે અત્યાર સુધી મેં 7 ગર્લફ્રેન્ડને ડેટ કરી છે, પરંતુ આ દરમિયાન ક્યારેય સાચા પ્રેમનો અનુભવ નથી થયો. જ્યારે હું મારી કાર ચેસને મળ્યો ત્યારે મને સાચા પ્રેમનો અનુભવ થયો.

પહેલી નજરમાં પ્રેમ થયો
રિપોર્ટ અનુસાર, નેથિયલે દાવો કર્યો છે કે, તે પોતાની કારની સાથે અલગ અલગ પોઝિશનમાં સેક્સ કરી ચૂક્યો છે અને ચેસનું એક પ્રિય ગીત પણ છે. નેથિયલની જેમ ઘણા લોકો પોતાની આસપાસની નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરે છે. આવા લોકો કોઈ નિર્જીવ વસ્તુઓ સાથે ઈમોશનલ અથવા સેક્સ્યુઅલ કનેક્શન મહેસૂસ કરે છે, આવા લોકો માટે 'ઓબ્જેક્ટોફિલિયા' શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...