• Gujarati News
  • Lifestyle
  • This Guy Hires Himself, Earns Millions Of Rupees By Having Lunch And Shopping With People.

જાપાન:આ વ્યક્તિ પોતાની જાતને ભાડે આપવાનું કામ કરે છે, લોકો સાથે લંચ અને શૉપિંગ કરી લાખો રૂપિયાની કમાણી કરે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટોક્યોમાં રહેતો શોજી મોરિમોટો પોતાની જાતને ભાડે આપે છે
  • લોકો શૉપિંગ કરવા લંચ અને ડિનર કરવા માટે તેને પૈસા આપે છે
  • શોજીને કોઈ નોકરી ન મળતાં તેણે આ વિચિત્ર કામ કરવાનો વિચાર આવ્યો

પૈસા કમાવવા માટે તમે તનતોડ મહેનત કરતા હશો અથવા સ્ટાર્ટ અપ શરૂ કરવાના વિચારો રાખતા હશો પરંતુ જાપાનનો આ વ્યક્તિ કશું જ ન કરીને જોરદારની કમાણી કરી છે. જાપાનનો 38 વર્ષનો શોજી મોરિમોટો નામની વ્યક્તિ પોતાની જાતને ભાડે આપી ખિસ્સું ભરે છે.

તમને જાણીને નવાઈ લાગતી હશે પરંતુ 2018માં તેણે આ અટપટી 'Do Nothing Rent-a-Man' નામની એડવર્ટાઈઝ કરી. તેની એડવર્ટાઈઝનો ઘણો ફાયદો થયો લોકો તેને પૈસા આપી ઘરે બોલાવવા લાગ્યા. આ માણસ કોઈ કામ ન કરી માત્ર પોતાનો સમય આપી એક મીટિંગના હજારો રૂપિયા કમાઈ રહ્યો છે.

લોકો આ કામ માટે ભાડે લઈ જાય છે
શોજીએ એકલતામાં ઘણો પસાર કર્યો છે તે સમજે છે કે એકલતા કેટલી ખરાબ વસ્તુ છે. જે લોકો બોર થઈ રહ્યા હોય એકલતાનો શિકાર હોય એવા લોકો શોજીને ભાડેથી બોલાવે છે. શોજી આવા લોકો સાથે લંચ અથવા ડિનર કરી સારી વાતો કરી પૈસા લે છે.

ડિવોર્સી અથવા એકલા અટૂલી લોકો શોજીને ભાડે બોલાવે છે. શોજી સાથે લોકો મન ખોલી વાતો કરે છે. જોકે કેટલાક લોકો તેને કપડાં ધોવા, ન્યૂડ પોઝ આપવા જેવાં વિચિત્ર કામ માટે ભાડે બોલાવે છે. આવાં કામ માટે શોજી ઘસીને ના પાડી દે છે. શોજી એકદમ પ્રોફેશનલ રીતે પોતાનું કામ કરે છે.

1 મીટિંગનું 7000 રૂપિયા ભાડું

શોજી અજાણ્યા લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે એક ક્લાઈન્ટ સાથે એક મીટિંગ માટે આશરે 7000 રૂપિયા લે છે. આ સિવાય તે ટ્રાવેલ અને ફૂડ એક્સપેન્સનો ખર્ચો પણ ક્લાઈન્ટ પાસેથી લે છે. અત્યાર સુધી તેણે 3 હજારથી વધારે લોકોને સર્વિસ આપી છે. આ સર્વિસથી તેણે લાખો રૂપિયાની કમાણી કરી છે.

કોઈ નોકરી ન મળી તો આ કામ શરૂ કર્યું
2018માં શોજી નોકરીની શોધમાં હતો. અનેકો પ્રયાસ કર્યા હોવા છતાં કોઈ નોકરી ન મળતાં તેણે આ વિચિત્ર વિચાર આવ્યો. તે સમયે શોજીએ Do Nothing Rent-a-Man નામનું સોશિયલ મીડિયા પેજ બનાવ્યું અને શોજી ટોક ઓફ ધ ટાઉન બની ગયો.