• Gujarati News
  • Lifestyle
  • This Guy Cut Off 2 Fingers Of His Right Hand For The 'JADU' Look Of 'Koi Mil Gaya', He Also Cut His Tongue To Become 'Black Alien'

ગાંડપણ:આ વ્યક્તિએ 'કોઈ મિલ ગયા'ના 'જાદુ' જેવા લુક માટે જમણાં હાથની 2 આંગળી કાપી નખાવી, 'બ્લેક એલિયન' બનવા માટે ઢગલો સર્જરી કરાવી

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન્થનીએ બ્લેક એલિયન બનવા માટે અઢળક સર્જરી કરાવી
  • શરીર પર ચામડીને બદલે મેટલ અટેચ કરવાનું તેનું સપનું છે

અત્યાર સુધી તમે એલિયન બોલિવુડ અને હોલિવડ ફિલ્મ્સમાં જોયા હશે. ફ્રેન્ચની એક 33 વર્ષની વ્યક્તિને જોયા બાદ તમને પૃથ્વી પર એલિયન હોવાનો અહેસાસ થશે. એન્થની લોફર્ડો નામના વ્યક્તિનું મિશન 'બ્લેક એલિયન' બનવાનું છે. આબેહૂબ એલિયન જેવો લાગવા માટે તેણે પોતાના જમણા હાથની 2 આંગળી કાપી નખાવી.

બ્લેક એલિયન લુક માટે એન્થનીએ અત્યાર સુધી ઘણી સર્જરી કરાવી છે. આ માણસ એ હદે ગાંડો છે કે તેણે એલિયન લુક માટે પોતાની જીભ પણ કપાવી દીધી. લેટેસ્ટ સર્જરીમાં તેણે પોતાના જમણા હાથની 2 આંગળી કપાવી છે. તેમ છતાં તે પોતાને 34% એલિયન માને છે.

સોશિયલ મીડિયા પર એન્થનીએ તેના સર્જરની પોસ્ટ શેર કરી લખ્યું છે કે, મારા પ્રોજેક્ટ પૂરો કરવા માટે વધુ એક સર્જરી સફળ થઈ. મારું વધુ એક સપનું સાકાર થયું. ભગવાનનો આભાર.

સર્જરી બાદ તેણે પોતાના લોહિયાણ હાથવાળો ફોટો પણ શેર કર્યો છે. આ હાથ જોઈ તમને કોઈ મિલ ગયાના જાદુનો હાથ યાદ આવી જશે. એન્થનીએ આખાં શરીર પર ટેટૂ કરાવ્યું છે. એલિયન લુક ટ્રાન્સફોર્મેશન માટે તેણે આંખની કીકી પર પણ ટેટુ કરાવ્યું છે.

શરીર પર ચામડીને બદલે મેટલ અટેચ કરવાનું સપનું
એલિયન જેવો લાગવા માટે આ માણસે તમામ હદ પાર કરી નાખી છે. તેણે પોતાના કાન અને નાક પણ કપાવી નાખ્યું છે. ઈવન તેણે પોતાના હોઠની પણ સર્જરી કરાવી છે.

એન્થનીનું સપનું છે કે તેનાં શરીર પર ચામડીને બદલે મેટલ હોય. તે આખાં શરીરનું મોડિફિકેશન કરવા માગે છે. નાનપણથી જ એન્થનીને પોતાનું શરીર ટ્રાન્સફોર્મેશન કરાવાનો શોખ હતો.