• Gujarati News
  • Lifestyle
  • This Guy Came Out Alive In The Mouth Of A Whale, Stayed Inside Its Mouth For 30 Seconds, Said Death Was In Front Of My Eyes

અમેરિકા:આ વ્યક્તિ વ્હેલના મોંમાં જઈને જીવતો બહાર આવ્યો, 30 સેંકડ સુધી એના મોંની અંદર રહ્યો, કહ્યું- મોત મારી નજર સામે હતું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
માઈકલની ઉંમર 56 વર્ષની છે. તે મોતને માત આપીને વ્હેલના મોંમાંથી પાછો આવ્યો. - Divya Bhaskar
માઈકલની ઉંમર 56 વર્ષની છે. તે મોતને માત આપીને વ્હેલના મોંમાંથી પાછો આવ્યો.
  • માઈકલની ઉંમર 56 વર્ષની છે. તે મોતને માત આપીને વ્હેલના મોંમાંથી પાછો આવ્યો
  • માઈકલ પેકર્ડ એક લૉબસ્ટર ડ્રાઈવર છે. તે છેલ્લા 40 વર્ષથી આ કામ કરે છે

કહેવાય છે ને કે ભગવાન જેની મદદ કરે છે, તેનું મોત પણ કઈ બગાડી શકે તેમ નથી. આવું જ કંઈક અમેરિકાની એક વ્યક્તિની સાથે થયું. આ વ્યક્તિ વ્હેલના મોંમાં જઈને જીવતો બહાર આવ્યો. તે લગભગ 30 સેંકડ સુધી વ્હેલના મોંની અંદર રહ્યો. ડેલી મેલના રિપોર્ટ અનુસાર, તેને થોડી ઈજા થઈ છે, જેના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના અમેરિકાના મેસેચ્યુસેટ્સની છે. આ વ્યક્તિનું નામ માઈકલ પેકર્ડ છે. માઈકલની ઉંમર 56 વર્ષની છે. તે મોતને માત આપીને વ્હેલના મોંમાંથી પાછો આવ્યો. માઈકલ પેકર્ડ એક લૉબસ્ટર ડ્રાઈવર છે. તે છેલ્લા 40 વર્ષથી આ કામ કરે છે. માઈકલ અલગ અલગ પ્રકારના સમુદ્રમાંથી જીવો પકડીને માર્કેટમાં વેચે છે.

વ્હેલ માછલીએ માઈકલને દબોચી લીધો
દરરોજની જેમ શુક્રવારે સવારે પણ માઈકલ હેરિંગ કોવ બીચ પર ગયો હતો. તેણે જણાવ્યું કે, તે દિવસે તે સમુદ્રમાં તરતા સમયે 35 ફૂટ ઊંડે જતો રહ્યો હતો. આ દરમિયાન તેને વ્હેલે દબોચી લીધો હતો. માઈકલે જણાવ્યું કે, અચાનક મને એક આંચકો લાગ્યો. ત્યારબાદ તેની આંખોની સામે અંધારું છવાઈ ગયું. તે હલી પણ નહોતો શકતો, પણ શું કરવું તે સમજમાં નહોતું આવી રહ્યું.

મોત મારી નજર સામે હતું
માઈકલે જણાવ્યું કે, પહેલા તો તેને લાગ્યું કે, શાર્કે તેના પર હુમલો કર્યો છે. પરંતુ પછીથી લાગ્યું કે તે શાર્કના મોંમાં નથી કેમ કે તેના શરીરમાં કોઈ દાંત નહોંતા અને કોઈપણ જાતની ઈજા પણ નહોતી થઈ. તેને ખબર હતી કે તે બહાર નહીં નીકળી શકે. ત્યારે તેને પોતાની પત્ની અને 12-14 વર્ષના બાળકો વિશે વિચાર્યું. બાદમાં હિંમત હાર્યા વગર વ્હેલના મોંમાંથી બહાર આવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

માઈકલે આગળ જણાવ્યું કે, વ્હેલ પોતાનું માથું હલાવવા લાગી. એકદમ તેને અજવાળું દેખાયું અને બીજી જ ક્ષણે હું સમુદ્રમાં હતો. તેને મને સમુદ્રની બહાર ફેંકી દીધો હતો. લગભગ 30 સેંકડ સુધી વ્હેલના મોંમાં રહ્યો હતો. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું કેવી રીતે બહાર આવ્યો.

ઘટનાની જાણકારી અધિકારીઓને કરવામાં આવી
માઈકલના મિત્ર જોશિય્યાહ મેયોએ તેને સમુદ્રમાંથી બહાર કાઢ્યો, જે તેની નાવ પર સવાર હતો. મેયોએ જણાવ્યું કે, અચાનક જ નાવની સામે પાણીનો મોટો ફૂગ્ગો ફૂટ્યો, જેની સાથે માઈકલ પેકાર્ડ પણ બહાર આવી ગયો. માઈકલને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ સમુદ્ર કિનારે લાવવામાં આવ્યો, જ્યાં ઘટનાની જાણકારી અધિકારીઓને કરવામાં આવી. પ્રોવિન્સટાઉન ફાયર ડિપાર્ટમેન્ટે બાદમાં આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, માઈકલને પગમાં ઈજા થઈ છે. માઈકલે જણાવ્યું કે, તેનો પગ તૂટી ગયો છે, પરંતુ ડૉક્ટર્સે જણાવ્યું કે, તેને થોડી ઈજા થઈ છે જે જલ્દી મટી જશે.

માઈકલે પોતાની કહાનીને સોશિયલ મીડિયા પર શેર કરતાં પર પ્રોવિન્સટાઉન બચાવ દળનો આભાર માન્યો છે