• Gujarati News
  • Lifestyle
  • This Guy Buys Women's Dirty Socks For Sexual Pleasure, Spend ₹ 20,000 A Month For Personal Hobby

ગાંડો શોખ:જાતીય આનંદ માણવા આ વ્યક્તિ મહિલાઓના ગંદા મોજાં ખરીદે છે, અંગત શોખ માટે મહિને ₹20,000નો ધૂમાડો કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'મિસ્ટર D'નામનો વ્યક્તિ મહિલાઓના પહેરેલાં ગંદાં મોજા માટે તેમને પૈસા ચૂકવે છે
  • 1 મહિના જૂના અને ગંદાં મોજાં માટે જ તે પૈસા આપે છે

જાતીય આનંદ મેળવવા માટે લોકો ગમે તે હદ વટાવી લેતાં હોય છે. 33 વર્ષીય 'મિસ્ટર D'નામનો વ્યક્તિ મહિલાઓના ગંદાં મોજા માટે તેમને પૈસા ચૂકવે છે. આટલું જ નહિ મહિલાના ગંદાં પગનો વીડિયો જોવાં માટે તે અલગથી પૈસા ચૂકવે છે.

આ માણસને અલગ પ્રકારનો ગાંડો શોખ છે. 'મિસ્ટર D' નામનો બિઝનેસમેન મહિલાઓના મેલા ઘેલા મોજાં લઈને તેમને પૈસા આપે છે. આ માણસ મહિને £200 (આશરે 20,000 રૂપિયા) તેના આ શોખ માટે વાપરી નાખે છે.

આ વ્યક્તિ ઓનલાઈન સોશિયલ મીડિયા પર મહિલાઓનો તેમના પહેરેલા ગંદાં મોજાં આપવા માટે કે તેમના ગંદા પગનો વીડિયો બતાવવા માટે અરજી કરે છે. મહિલાઓ રાજી થતાં ગંદાં મોજાં અને પગ બતાડવા માટે તે પૈસા આપે છે.

આ શરતો લાગુ
ગંદાં મોજા દ્વારા જાતીય આનંદ લેવા માટે આ વ્યક્તિએ કેટલીક શરતો પણ રાખી છે. પહેલી શરત એ છે કે મોજાં સ્વચ્છ અને વૉશ કરેલા ન હોવા જોઈએ. બીજી શરતમાં મોજા મિનિમમ 1 મહિના જૂનાં હોવા જોઈએ.

ગંદાં પગ અને મોજાં સેક્સી લાગે છે
માત્ર પગ જ નહિ આ વ્યક્તિ મહિલાઓને તેમનાં ગંદાં પગનો વીડિયો બતાવવા પર પણ પૈસા આપે છે. તે મહિલા કેવી છે કેવો હોદ્દો ધરાવે છે તે પ્રમાણે મોજાની કિંમત ચૂકવે છે. 'ફૂટ ફેટિસ' ધરાવતો આ વ્યક્તિ મેલા ઘેલા મોજાં સ્ટોર કરી રાખે છે. આવાં મોજાં તેને સેક્સી લાગે છે.