ઈન્ટરનેટ પર મચાવી ધમાલ:આ કૂતરો તેના માલિક સાથે યોગ માટેના લક્ષ્યો નક્કી કરી રહ્યો છે, જુઓ આ વીડિયો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કૂતરાઓને રમતો રમતા દર્શાવતા વીડિયોઝથી માંડીને તેમના 'વર્ક ફ્રોમ હોમ શેડ્યૂલ' સુધીના વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. કૂતરાંઓ એ સારાં એવાં પાળતુ પ્રાણી છે ને જો તમે તેને સારી રીતે ટ્રીટ કરો તો તે તમારા સારા એવા ભાગીદાર બની શકે છે. આ બાબતને સાબિત કરતો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખૂબ જ વાઈરલ થયો છે. આ વીડિયોમાં એક કૂતરો તેના માલિક સાથે યોગ માટેના લક્ષ્યો નક્કી કરી રહ્યો છે. વીડિયો જોઈને થોડીવાર માટે તમે પણ શોક થઈ જશો.

તમારા ડોગ સાથે વર્કઆઉટ કરવાની તમારી મનપસંદ રીત કઈ છે? વીડિયોની શરુઆતમાં કેપ્શન જોવા મળશે અને ત્યારબાદ તેમાં એક કૂતરાને તેના માલિક સાથે યોગ કરતાં બતાવવામાં આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ વીડિયોમાં મહિલા અને મેગ્નસ નામનો તેનો ડોગ ફ્લોર પર કાર્પેટ પાથરીને યોગ કરતો જોવા મળે છે. જેમ-જેમ વીડિયો આગળ વધે છે તેમ-તેમ આ જોડી વિવિધ યોગા પોઝ આપતી જોવા મળે છે.

આ વીડિયો કૂતરાને સમર્પિત ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો. એક દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યા બાદ આ ક્લિપને 2.10 લાખથી વધુ વ્યૂઝ અને 26 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. આ વીડિયોએ લોકોને ટિપ્પણીઓમાં તેમના વિચારો શેર કરવા માટે પણ પ્રેરિત કર્યા. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે તાળીઓ પાડતાં હાથના ઇમોટિકન સાથે પોસ્ટ કર્યું હતું કે, ‘ઓઓ, ધીસ ઈઝ ગોઈંગ પ્લેસીસ’, બીજાએ કોમેન્ટ કરી,‘વાહ ! હું સમજી શકતો નથી કે આ કેટલું અદ્ભુત છે!’ ત્રીજાએ હાર્ટ ઈમોજી સાથે ટિપ્પણી કરી, ‘ખૂબ જ સુંદર’ ચોથાએ ટિપ્પણી કરી, ‘હવે પછીનો યોગા સેશન ક્યારે છે?’ તમે આ સુંદર વીડિયો વિશે શું વિચારો છો?