ડૉક્ટરની હેવાનિયત:આ ડૉક્ટરની કરતૂત જાણી થઈ જશો સ્તબ્ધ, છેતરપિંડીથી મહિલાઓને પ્રેગ્નન્ટ કરી 94 બાળકોનો 'પિતા' બની ગયો

12 દિવસ પહેલા
ડૉક્ટર પોતાની હોસ્પિટલમાં આવતી મહિલા દર્દીની અંદર પોતાનું સ્પર્મ નાખતો હતો. આવું તે દર્દીઓની જાણકારી આપ્યા વગર કરતો હતો. 
  • ડૉક્ટર પોતાની હોસ્પિટલમાં આવતી મહિલા દર્દીની અંદર પોતાનું સ્પર્મ નાખતો હતો
  • ડૉક્ટરની આ કરતૂતનો પર્દાફાશ પહેલી વખત જેકોબા બેલાઈડ નામની યુવતીએ કર્યો હતો

દુનિયાભરમાં ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ આજે અમે તમને એવા ડૉક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છે જેને છેતરપિંડીથી ઘણી મહિલાઓને પ્રેગ્નન્ટ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ વાતનો ખુલાસો થયો તો ખબર પડી કે ડૉક્ટર 94 બાળકોનો પિતા બની ગયો છે. તેમજ હજી તેની ગણતરી ચાલુ છે.

આ કિસ્સો અમેરિકાના ઈન્ડિયાનાપોલિસનો છે. અહીં ડૉ. ડોલાલ્ડ ક્લાઈન નામનો એક ફર્ટિલિટી ડૉક્ટર 94 બાળકોનો પિતા નીકળ્યો છે. હકીકતમાં આ ડૉક્ટર પોતાની હોસ્પિટલમાં આવતી મહિલા દર્દીની અંદર પોતાનું સ્પર્મ નાખતો હતો. આવું તે દર્દીઓની જાણકારી આપ્યા વગર કરતો હતો.

કેવી રીતે ગુનાનો પર્દાફાશ થયો
ડૉક્ટરની આ કરતૂતનો પર્દાફાશ પહેલી વખત જેકોબા બેલાઈડ નામની યુવતીએ કર્યો હતો. જેકોબાની માતા તે ડૉક્ટરની દર્દી હતી. સાથે જ જેકોબાનો જન્મ પણ સ્પર્મ ડોનેશનના કારણે થયો છે. આ વાતની જાણકારી ત્યારે જાણ થઈ જ્યારે જેકોબાએ એક દિવસ પોતાના ઘરે જ પોતાનું DNA ટેસ્ટ કરાવ્યો. DNA ટેસ્ટનું પરિણામ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ટેસ્ટમાં જાણવા મળ્યું કે જેમાં તેને ખબર પડી કે તેને આ ડૉક્ટરથી વધુ સાત ભાઈ-બહેન છે, પરંતુ તેમની માતા અલગ અલગ છે. ટેસ્ટના પરિણામ પછી જેકોબા ગ્રુપ બનાવીને કામ કરવા લાગી. જ્યાં તેને ખબર પડી કે તે તમામની માતા તે ફર્ટિલિટી ડૉક્ટરની દર્દી હતી. જ્યાં તે સારવાર દરમિયાન તે તમામમાં પોતાનું સ્પર્મ નાખતો હતો.

હવે નેટફ્લિક્સે આ બાબતે એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે

1970 અને 1980ના દાયકામાં આ ડૉક્ટરની કરતૂત પર એક ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી છે. ડૉક્ટર ક્લાઈનની કરતૂતથી લોકોને જાગૃત કરાવવા માટે નેટફ્લિક્સ પર 'Our Father' નામથી એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. ડોક્યુમેન્ટરીમાં જેકોબાએ આ વિશે વિગતવાર જણાવ્યું છે. મેટ વ્હાઈટને પણ ખબર પડી કે તે પણ ડૉક્ટર ક્લાઈનની છોકરી છે. તેણે કહ્યું- હું મારી માતા માટે ખરાબ અનુભવી રહી હતી.

મેટની માતા લિઝ વ્હાઇટે કહ્યું – જ્યારે મેટનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેણે પહેલીવાર લાગ્યું કે તેની સાથે 15 વખત રેપ થયો છે અને તેને તેની જાણ પણ ન થઈ.