• Gujarati News
  • Lifestyle
  • This Doctor From Haryana Consumes Cow Dung To Stay Healthy, Appeals To People To Consume Dung For Body And Soul Purification.

વાઈરલ:હરિયાણાના આ ડૉક્ટર સ્વસ્થ રહેવા માટે ગાયનાં છાણનું સેવન કરે છે, શરીર અને આત્મા શુદ્ધિ માટે લોકોને છાણનું સેવન કરવાની અપીલ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ડૉક્ટર હરિયાણાના છે. ગૌ મૂત્ર અને ગાયનાં છાણનું સેવન કરવા તે લોકોને અપીલ કરે છે
  • નોર્મલ ડિલિવરી માટે મહિલાઓ ગાયનાં છાણનું સેવન કરે તેવી ડૉક્ટરની સલાહ

આયુર્વેદમાં ગાયના છાણનું ઘણું મહત્ત્વ છે. આ મહત્ત્વ સમજી કોરોનાની એન્ટ્રી થયા બાદ ગૌ પંચામૃત તરફ પણ લોકોએ પ્રયાણ શરૂ કરી દીધો. સ્વસ્થ રહેવા માટે તમે અત્યાર સુધી ગૌમૂત્રનું સેવન કરવાનું સાંભળ્યું હશે પરંતુ તમે ક્યારેય સાંભળ્યું કે ગાયનાં છાણનું સેવન કરવામાં આવ્યું હોય! હરિયાણાના જૉ. મનોજ મિત્તલ સારાં સ્વાસ્થ્ય માટે ગાયના છાણનું સેવન કરે છે. સોશિયલ મીડિયા પર ડૉ. મિત્તલનો વીડિયો વાઈરલ થયો છે. આ ડૉક્ટર હરિયાણાના છે. વીડિયોમાં તેઓ ગાયનાં છાણ અને ગૌમૂત્રના વખાણ કરતાં જોવાં મળે છે.

કોઈ પ્રોસેસ વગર ગાયનાં છાણનું સેવન

વીડિયોમાં ડૉક્ટર ગૌશાળામાં ઊભેલા જોવા મળે છે. સ્વાસ્થ્ય માટે તેને ફાયદાકારક ગણાવી ડૉક્ટર ગાયનું છાણ હાથમાં લે છે. આ છાણ પર કોઈ પણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર તે ડાયરેક્ટ તેનું સેવન કરી લે છે.

ડૉ. મિત્તલ દાવો કરે છે કે ગાયનું છાણ આપણું શરીર અને આત્મા શુદ્ધ કરે છે. ડૉક્ટર સલાહ આપતાં જણાવે છે કે નોર્મલ ડિલિવરી માટે મહિલાઓએ ગાયનાં છાણનું સેવન કરવું જોઈએ. ગાયનાં છાણનું સેવન કરવાથી સિઝેરિયન ડિલિવરીનું જોખમ ઘટે છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થતાં યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાક યુઝર ગુસ્સે થઈને પૂછ્યું કે આ વ્યક્તિને કોણે ડૉક્ટરની ડિગ્રી આપી તો એક યુઝરે આ સારવારને તમામ ડૉક્ટર અમલમાં મુકે તેવી ભલામણ કરી. આ ડૉક્ટર માટે સોશિયલ મીડિયા પર કમેન્ટ્સનો ઢગલો થયો છે.

અન્ય સમાચારો પણ છે...