તમે સ્વપ્ને પણ વિચાર ન કર્યો હોય તેવાં કામ માટે ઈંગ્લેન્ડની એક કંપની લાખો રૂપિયા આપી રહી છે. શાકભાજીની લણણી કરવા માટે ઈંગ્લેન્ડની કંપની વર્ષનો £62,000 (આશરે 63 લાખ રૂપિયા) પગાર આપી રહી છે. કામદારો ખૂટી જવાને કારણે કંપની લાખોની ઓફરનો સહારો લીધો છે.
શાકભાજી વીણવા અને લણણી માટેના કામદારો માટે ઈંગ્લેન્ડની ટી. એચ. ક્લેમેન્ટ્સ એન્ડ સન લિમિટેડ કંપનીએ એડવર્ટાઈઝમેન્ટ આપી છે. કંપની કોબીજ વીણવા માટે અને બ્રોકોલીની લણણી માટે લાખોનો પગાર ઓફર કરી રહી છે.
કંપની કલાકો અને અને દિવસ પ્રમાણે કામ કરવા માગતા લોકોને પણ નોકરી આપી રહી છે. કંપનીની એડવર્ટાઈઝ પ્રમાણે દર કલાકના £30 (આશરે 3000 રૂપિયા) અને દર અઠવાડિયાંના £1200 ( આશરે 1.21 લાખ રૂપિયા)નો પગાર આપી રહી છે.
શ્રેષ્ઠ કામ શ્રેષ્ઠ ઈનામ
કંપની કામદારોના કામ કરવાની ઢબ પ્રમાણે તેમને પગાર આપશે. મેક્સિમમ માત્રામાં શાકભાજી વીણનાર કર્મચારીને કંપની સૌથી વધુ પગાર આપશે.
સ્ટાફની અછતને કારણે મસમોટી જાહેરાત
કોરોના વાઈરસે દસ્તક આપતાં કંપનીમાં કર્મચારીની અછત વર્તાવાને કારણે કંપનીએ આ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી છે. માઈગ્રેટ વર્કર્સના નિયમો બદલાઈ જવાથી કંપનીને આ કામ માટે કર્મચારી ન મળવાથી કંપનીએ સોશિયલ મીડિયા અને નવી સ્ટ્રેટેજીનો સહારો લીધો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.