• Gujarati News
  • Lifestyle
  • This Chewing Gum Made From Vegetables Will Kill The Corona Virus In The Mouth, Know Its Properties

ઈનોવેશન:શાકભાજીમાંથી તૈયાર થયેલી આ ચ્યુઈંગ ગમ મોઢાંમાં જ કોરોના વાઈરસનો નાશ કરી દેશે, જાણો તેની ખાસિયતો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની પેન ડેન્ટલ મેડિસીનના સંશોધકો આ ચ્યુઈંગ ગમની શોધ કરી
  • આ ચ્યુઈંગ ગમ ચાવવાથી વાઈરસ કોશિકાઓ પર હુમલો નહિ કરી શકે

દુનિયાભરમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. ઓમિક્રોન નામનાં નવાં વેરિઅન્ટે ફરી ભયાવહ માહોલ બનાવ્યો છે. તેને રોકવા માટે બૂસ્ટર ડોઝ પણ આપવાની વૈજ્ઞાનિકો સલાહ આપી રહ્યા છે. કોરોના વાઈરસનાં સંક્રમણને રોકવા માટે દુનિયાભરમાં વૈજ્ઞાનિકો અવનવા આવિષ્કાર કરી રહ્યા છે. અમેરિકાની પેન ડેન્ટલ મેડિસીનના રિસર્ચરે એવી ચ્યુઈંગ ગમ બનાવી છે જે વાઈરસનો સામનો કરી તેને નિષ્ક્રિય બનાવે છે.

આ ચ્યુઈંગ ગમ લેટ્યુસમાંથી બની છે. અર્થાત કોબીજ, ફ્લાવર સહિતની પાંદડાવાળી શાકભાજીમાંથી બની છે. રિસર્ચર્સનો દાવો છે કે આ ચ્યુઈંગ ગમ વાઈરસનો મોઢામાં જ નાશ કરી દે છે. તે એક જાળની જેમ કામ કરે છે. આ ચ્યુઈંગ ગમ સલાઈવામાં વાઈરસ નાશ કરે છે અને સંક્રમણ ફેલાવાનું જોખમ ના બરાબર થઈ જાય છે.

ચ્યુઈંગ આ રીતે વાઈરસનો સામનો કરશે
રિસર્ચ પ્રમાણે કોરોના વાઈરસ માણસના કોશિકાઓમાં મળતાં ACE2 પ્રોટીન પર હુમલો કરે છે. વાઈરસ પોતાના સ્પાઈક પ્રોટીનનાં માધ્યમથી શરીરમાં ફેલાઈ જાય છે. આ પ્રક્રિયા રોકવા માટે ચ્યુઈંગ ગમ કારગર સાબિત થાય છે. ચ્યુઈંગ ચાવવાથી તે વાઈરસને મોઢામાં જ નિષ્ક્રિય બનાવી દે છે. કોરોના સંક્રમિત વ્યક્તિ ઉધરસ અથવા છીંક ખાય તો તે હવામાં ડ્રોપલેટ્સના માધ્યમથી ફેલાય છે. આ ચ્યુઈંગ ગમ સંક્રમણ ફેલાવાનું જોખમ રોકે છે.

ચ્યુઈંગ ગમનું ટ્રાયલ સફળ રહ્યું
સંશોધક ડૉ. હેનરી ડેનિયલના જણાવ્યા પ્રમાણે, તેઓ કોરોના મહામારી પહેલાં જ પ્લાન્ડ બેઝ્ડ ACE2 પ્રોટીન પોતાની લેબમાં તૈયાર કરી રહ્યા હતા. તે સમયે હાઈ બ્લડ પ્રેશર પર રિસર્ચ કરી રહ્યા હતા. ડેનિયલે હવે તેને કોરોના માટે ડેવલપ કરી છે. આ ચ્યુઈંગ ગમ મોઢામાં લાળમાં જ કોરોનાનો ખાતમો બોલાવી દે છે. ચ્યુઈંગ ગમનું પ્રારંભિક ટ્રાયલ સફળ રહ્યું છે. ટૂંક સમયમાં તેનું ક્લિનિકલ ટ્રાયલ પણ થશે. ક્લિનિકલ ટ્રાયલમાં ચ્યુઈંગ ગમ અસરકારક સાબિત થશે તો તેને માર્કેટમાં તમામ નાગરિકો માટે લોન્ચ કરાશે.

આવિષ્કારની થઈ રહી છે નિંદા
મેડિકલ ફીલ્ડમાં કેટલાક લોકો આ ચ્યુઈંગ ગમના ખોબલે ખોબલે વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેની નિંદા પણ કરી રહ્યા છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, રિસર્ચમાં માત્ર 3 લોકોના સેમ્પલ લેવાયા હતા. ચ્યુઈંગ ગમનો સ્વાદ કેવો હશે? તે કેટલા સમય સુધી અસરકારક રહેશે? તેને કેટલા સમય સુધી ચાવવી પડશે? આવા ઘણા સવાલો વણઉકાલેયા છે. આ સાથે જ નાક વાટે વાઈરસનાં સંક્રમણને કેવી રીતે રોકી શકાશે તે વાત પણ અસ્પષ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...