ધ ડેટિંગ કિંગ:સંજય દત્તનો નવો હરીફ, ચેન્નઈનો રામુ 335 સ્ત્રીઓને ડેટ કરી ચૂક્યો છે, 365 ડેટિંગ પછી ‘ટાર્ગેટ’ પૂરો થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1 જાન્યુઆરી, 2015થી ડેટિંગ મિશનની શરુઆત કરી
  • સુંદર રામુ દરેક ઉંમરની મહિલા સાથે ડેટ પર જાય છે
  • મહિલા પ્રત્યે દેશના લોકોના વિચાર બદલવા માટે આવું મિશન શરુ કર્યું

‘સંજુ’ ફિલ્મમાં સંજય દત્તની ત્રણસોથી પણ વધુ ગર્લફ્રેન્ડ્સ રહી ચૂકી હોવાની વાતે ભારે ચર્ચા જગાવી હતી. આમ પણ આજકાલના ‘ટિન્ડર’ અને ‘બમ્બલ’ જેવી ડેટિંગ એપ્સના જમાનામાં યુવક-યુવતીઓનાં ડેટિંગની વાત ઘણી કોમન થઈ ગઈ છે. પરંતુ ચેન્નઈમાં રહેતો સુંદર રામુ નામનો યુવાન ડેટિંગની વાતને એટલી આગળ લઈ ગયો છે કે એણે 365 સ્ત્રીઓ સાથે ડેટિંગ કરવાનું ટાર્ગેટ બનાવ્યું છે. સાડા પાંચ વર્ષ એણે આ ‘મિશન 365’ શરુ કર્યું હતું. મજાની વાત એ છે કે 30 મહિલાઓને મળ્યા પછી તેનું મિશન પૂરું થઈ જશે. યાને કે એ અત્યાર સુધીમાં 335 સ્ત્રીઓને ડેટ કરી ચૂક્યો છે.

ડેટ પછી તે મહિલા વિશે ફેસબુક પોસ્ટમાં વખાણ કરે છે
સુંદર રામુ પ્રોફેશનલ ડાન્સર અને એક્ટર છે. તેણે આ અનોખો પ્રોજેક્ટ વર્ષ 2015માં શરુ કર્યો હતો. રામુ પહેલેથી પ્રેમાળ છે પણ ડેટ પર જવાનો હેતુ માત્ર પ્રેમ શોધવાનો નહીં પણ મહિલાઓના હક વિશે દેશમાં જાગૃતતા ફેલાવવાનો છે. તે દરેક ઉંમરની મહિલાઓ સાથે ડેટ પર જાય છે અને ટેસ્ટી ભોજન કરે છે. આ મહિલા વિશે તેની ફેસબુક પોસ્ટમાં વખાણ પણ કરે છે.

ન્યૂઝ એજન્સી BBC સાથે વાતચીત દરમિયાન સુંદરે કહ્યું કે, હું એક એવા ફેમિલીમાં મોટો થયો છું જ્યાં મહિલાઓ માટે માન-સન્માન છે. હું સ્કૂલમાં ગયો ત્યારે પણ છોકરા-છોકરીમાં કોઈ તફાવત ના જોયો. પણ જ્યારે રિયલ વર્લ્ડમાં પગ મૂક્યો ત્યારે મને ખબર પડી કે મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યા છે. તેમની સાથે ભેદભાવ થઈ રહ્યા છે. ઘણા લોકોને તેમના માટે માન-સન્માન નથી.

1 જાન્યુઆરી, 2015થી ડેટિંગ મિશનની શરુઆત કરી
ડિસેમ્બર, 2012માં દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપની ઘટનાએ સુંદરની લાઈફ બદલી દીધી. તે સમાચાર વાંચીને આખી રાત ઊંઘી શક્યો નહોતો. એ પછી તેણે 1 જાન્યુઆરી, 2015થી ડેટિંગ મિશન ચાલુ કર્યું અને તેની જાહેરાત ફેસબુક પર કરી. તેણે ફેસબુક પર લખ્યું, મેન પૂછો, પ્લાન બનાવો, પ્લેસ નક્કી કરો અને ટેસ્ટી ડિશ ઘરે બનાવો કે બહાર જમીએ તો તેનું પેમેન્ટ કરો.

દેશ-વિદેશની મહિલાઓ સાથે ડેટ પર ગયો
ડેટિંગમાં સુંદરને જેટલા પણ રૂપિયા મળે છે તે બધા ચેરિટીમાં વાપરે છે. સુંદર તેના મિશનને લીધે ‘ધ ડેટિંગ કિંગ’, ‘ધ 365 ડેટ્સ મેન’ અને ‘સીરિયલ ડેટર’ તરીકે ઓળખાવવા લાગ્યો. ડેટ પર ગયા પછી સુંદર તેની સાથે આવેલી વ્યક્તિ માટે દરેકને સન્માન થાય તેવી પોસ્ટ લખે છે. સાડા પાંચ વર્ષમાં સુંદર રામુએ માત્ર ભારત જ નહીં પણ વિયેતનામ, સ્પેન, ફ્રાંસ, અમેરિકા, થાઈલેન્ડ અને શ્રીલંકાની યુવતીઓ સાથે ડેટિંગ કર્યું છે.

વધુ રસપ્રદ વાત એ છે કે આ સુંદર રામુને ડેટિંગ પર જવા માટે ઉંમરનો કોઈ બાધ નડતો નથી. એ કોઇપણ ઉંમરની સ્ત્રી સાથે ડેટિંગ પર જાય છે. એના કહેવા પ્રમાણે એની સૌથી સ્પેશિયલ ડેટ તેની દાદી સાથે હતી. બંને મંદિર ગયા અને પછી તળાવે બેસીને સૂર્યાસ્ત જોયો હતો. સુંદરે કહ્યું, ‘મેં ઘણી બધી સુંદર મહિલાઓ સાથે ટેસ્ટી ફૂડની મજા માણી છે. આ પ્રોજેક્ટ આખી લાઈફ ચાલુ રહેશે.’

અન્ય સમાચારો પણ છે...