સોનેરી અને વાંકડિયા વાળ, વાંદળી આંખો અને દેખાવમાં સુંદર બ્લેજી વિલિયમ્સે બોડી શેમર્સને પડકાર આપતા રહ્યું કે, આ લોકો મને ઈન્ડસ્ટ્રીમાંથી બહાર કાઢવા માગે છે. તેમને મારાથી ઈર્ષ્યા થઈ રહી છે કેમ કે હું એક વર્ષમાં $150,000 એટલે કે લગભગ 65 લાખ રૂપિયા કમાઉ છું. જ્યારે આ લોકો આવું નથી કરી શકતા.
દક્ષિણ ઓસ્ટ્રેલિયાના શહેર એડિલેડની રહેવાસી બ્લેજી વિલિયમ્સ દુનિયાભરમાં સૌથી હોટ ટ્રક ડ્રાઈવર તરીકે પ્રખ્યાત છે.
ટ્રક ડ્રાઈવિંગ ક્ષેત્રમાં લગભગ 10 વર્ષનો અનુભવ ધરાવતી 29 વર્ષની બ્લેજી વિલિયમ્સે વર્ષ 2020માં સોશિયલ મીડિયા પર ઓનલી ફેન્સ અકાઉન્ટ બનાવ્યું અને તેના પર સેક્સી કન્ટેન્ટ પોસ્ટ કરતી. તેના પછી બ્લેજીની કમાણીમાં વધારો થતો ગયો. પરંતુ બોડી શેમિંગ કમેન્ટ અને ભેદભાવ થવા લાગ્યો.
બ્લેજી જણાવે છે કે, ઓનલી ફેન્સની શરૂઆત પહેલા મને લાગતું હતું કે મારા ચાહકોની સંખ્યા વધારે છે, પરંતુ હવે મને લોકોની નફરત અને બોડી શેમિંગ કમેન્ટનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો મને પ્રોસ્ટિટ્યૂટ સમજવા લાગ્યા છે. જ્યારે ફોટોગ્રાફ અને વીડિયો વેચવા માટે મેં તે બધું કર્યું જેવું લોકો ઈચ્છતા હતા.
બ્લેજી આગળ જણાવે છે કે, હું એક ગ્રેટ ટ્રકર છું અને મને મારી નોકરી પસંદ છે અને હું એક દાયકાથી આ કામ કરી રહી છું, પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો એવા છે જે નથી ઈચ્છતા કે હું આગળ આવું.
શું ટ્રક ચલાવતી યુવતી પોતાની આઝાદીથી કોઈ કામ ન કરી શકે? મને લોકોનો સપોર્ટ જોઈએ નફરત નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.