તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7 વર્ષની બાળકીને મૃત્યુનો ડર:પોતાની બ્રેન સર્જરીનાં રૂપિયા ભેગા કરવા મમ્મીની શોપ પર શિકંજી વેચે છે

2 મહિનો પહેલા
આવતા અઠવાડિયે લિઝાની ટ્રીટમેન્ટ શરૂ થશે
  • લિઝાને નાનો ભાઈ છે અને તેની માતા સિંગલ મધર છે
  • લિઝાનાં બ્રેનમાં 3 મોટી ખોડખાંપણ છે, કરોડો કેસમાં આવો કેસ એકવાર આવે છે
  • લોકલ પબ્લિક લિઝાનાં હાથની સિકંજી પીવા આવે છે અને તેના વખાણ કરતા જાય છે

અમેરિકાનાં ઍલ્બામા રાજ્યમાં 7 વર્ષની બાળકીની બ્રેન સર્જરી થવાની છે. આ સર્જરીનો ખર્ચો તગડો હોવાથી તે પોતાની મમ્મીની બેકરીએ સિકંજી બનાવી વેચે છે. સિંગલ મધર એલિઝાબેથને તેની દીકરી લિઝા સ્કૉટ પણ ઘણો ગર્વ છે. મેડિકલ ખર્ચો વધારે હોવાને લીધે તે પોતાની માતાનું ટેંશન વધારવા માગતી નથી. લિઝાને નાનો ભાઈ પણ છે.

લિઝાને વારંવાર આંચકા આવે છે
લિઝા મમ્મીની શોપ પર જઈને જાતે લીંબુ શરબત બનાવે છે. તેને આશા છે કે, સિકંજી વેચીને તે સર્જરી માટે સારી એવી રકમ ભેગી કરી લેશે. માતા એલિઝાબેથે જણાવ્યું, લિઝાને આટલી નાની ઉંમરે મગજમાં ત્રણ ખામી છે. સ્કિઝેન્સફ્લાયને લીધે મગજની જમણી બાજુના આગળના ભાગમાં એક ફાટ છે. તેને લીધે લિઝાને વારંવાર આંચકા આવે છે.

લિઝા તેની માતા અને નાના ભાઈ સાથે
લિઝા તેની માતા અને નાના ભાઈ સાથે

માતાનો સપોર્ટ હંમેશાં સાથે
આવતા અઠવાડિએ લિઝા તેની માતા સાથે બોસ્ટનની ચિલ્ડ્રન હોસ્પિટલ જવાની છે. લિઝાએ કહ્યું, હું આ બધું હેન્ડલ કરી શકું તેમ લાગતું નથી પણ મારી માતા હંમેશાં મારો આત્મવિશ્વાસ વધારે છે અને મને કહે છે કે, હું જે કરું છું તે એકદમ પરફેક્ટ છે.

લિઝાને મૃત્યુનો ડર છે, પણ ચહેરા પર હંમેશાં સ્માઈલ રાખે છે
લિઝાને મૃત્યુનો ડર છે, પણ ચહેરા પર હંમેશાં સ્માઈલ રાખે છે

લિઝાને પહેલેથી લીંબુ શરબત બહુ ગમે છે અને તે વેચવું એની ફેવરિટ વસ્તુ છે. ન્યૂઝ 19 સાથે વાતચીત દરમિયાન લિઝાએ કહ્યું હતું, ‘મને એક જ વાતનો ડર છે. સર્જરીના પ્રથમ રાઉન્ડ પછી હું નહિ બચું તો?’

લિઝા જાતે સિકંજી બનાવે છે
લિઝા જાતે સિકંજી બનાવે છે

એક્સ્ટ્રા બ્રેન હોવું એ તો રેર ઘટના છે
અનેક અઠવાડિયાં સુધી લિઝાના મેડિકલ ટેસ્ટ ચાલ્યા. ન્યૂરો સર્જને કહ્યું કે, લિઝાને એક એક્સ્ટ્રા સ્પેશિયલ બ્રેન છે. આ બ્રેનમાં 3 મોટી ખોડખાંપણ છે. આ બીમારી ભાગ્યે જ જોવા મળે છે. એક્સ્ટ્રા બ્રેન હોવું એ તો રેર ઘટના છે.

મમ્મીની બેકરી પર ભાઈ-બહેનની જોડી
મમ્મીની બેકરી પર ભાઈ-બહેનની જોડી

સિંગલ મધર માટે રૂપિયા ભેગા કરવા મુશ્કેલ
એલિઝાબેથે કહ્યું, દીકરીની સર્જરી વિશે ખબર પડી ત્યારે હું શ્વાસ લઇ શકતી નહોતી. આખી રાત મને ઊંઘ આવતી નહોતી. હું બસ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે તેઓ મારી દીકરીને બચાવી લે. તે મારી અમૂલ્ય ગિફ્ટ છે. એક સિંગલ મોમ તરીકે બંને બાળકોનો ઉછેર અને અન્ય ખર્ચને પહોંચી વળવું કપરું છે.

એલિઝાબેથની શોપ પર હવે લોકલ પબ્લિકની ભીડ હોય છે. તેઓ નાનકડી લિઝાએ બનાવેલી સિકંજી ખરીદી તેને સર્જરીમાં રૂપિયા ભેગા કરવા મદદ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો