તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્યાન ધરો:5 મિનિટની આ ફીલ ગુડ મેડિટેશન ટેક્નિક ઊર્જા અને ઉત્સાહ વધારે છે, મહામારી દરમિયાન મેડિટેશનની ટેવ પાડો

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્યાન દરમિયાન શરીરમાં બ્લડ ફ્લો અને ઊર્જાનો સંચાર વધે છે. તેનાથી માંસપેશીઓને વધારે ઓક્સિજન મળે છે. શરીરમાં લેક્ટિક એસિડ વધે છે, તે સ્ટ્રેસ અને ગભરામણને ઝડપથી ઘટાડે છે. મેડિટેશન એક માનસિક વ્યાયામ છે. તે તમારું મન શાંત કરે છે, ધ્યાનને એક જ જગ્યા પર સ્થિર અને જાગૃત કરે છે.

મેડિટેશન એટલે કે એકાગ્ર થઈને આત્મનિરીક્ષણ કરવું, પોતાને ઓળખવાના પ્રયત્નો કરવા. મુંબઈ સ્થિત ‘ધ યોગ ઇન્સ્ટિટ્યુટ’ની ડિરેક્ટર ડૉ. હંસા જયદેવ યોગેન્દ્રએ કહ્યું કે, પાંચ મિનિટનું એક મેડિટેશન ટેક્નિક ઊર્જા વધારે છે અને મન શાંત કરે છે. આ માટે અમુક સમય સુધી એકાગ્ર થઇ ધ્યાનમાં બેસો અને ઊર્જાનો અનુભવ કરો. તેને તમે ગમે ત્યારે, ગમે તે જગ્યાએ કરી શકો છો.

પ્રથમ મિનિટ: આરામથી ખુરશી પર બેસી જાઓ. આખા અભ્યાસ દરમિયાન નાકમાંથી ધીમા અને ઊંડા શ્વાસ લો. સ્થિર રહો અને શરીરને ઢીલું મૂકી દો. શરીરના વજનને ખુરશી પર અનુભવ કરો. શ્વાસ પર ધ્યાન રાખો. ચાર સુધી ગણીને શ્વાસ અંદર લો અને ચાર ગણ્યા પછી શ્વાસ બહાર છોડો.

બીજી મિનિટ: નજર નાક પર અને બધું ધ્યાન શ્વાસ પર રાખો. મનમાં શાંતિ અનુભવો. આનંદ અનુભવ કરો અને વિચારો તમે પોતાની સાથે બેઠા છો.

ત્રીજી મિનિટ: આંખો બંધ રાખો. 15 સેકન્ડ સુધી સ્પર્શ શક્તિ પર ધ્યાન આપો. તમારા કપડા શરીર પર ટચ થતા હોય તેવો અનુભવ કરો. નેક્સ્ટ 15 સેકન્ડ બહારના અવાજ સાંભળો. સાંભળવા પર ધ્યાન કેન્દ્રિત કરો. એ પછી ગંધ, સ્વાદ અને જોવાની શક્તિ વિશે વિચારો. માત્ર તેનો અનુભવ કરો.

ચોથી મિનિટ: મનમાં વિચાર આવતા હોય તેના પર ધ્યાન ના આપો, તેને કંટ્રોલ કરવાના પ્રયત્નો ના કરો. તેને આવવા-જવા દો, તમારા વિચારોને સમજો.

પાંચમી મિનિટ: કોઈ પણ સારો વિચાર, ચિત્ર, શબ્દ કે વાક્ય પસંદ કરો. હવે તેની પર ધ્યાન ધરો. જે પણ થાય તે સુંદર અને ઊર્જાત્મક હોવું જોઈએ. ઉદાહરણ તરીકે જો તમે સમુદ્ર તટ વિશે વિચાર્યું છે તો તે સુંદર, શાંત અને જોશથી ભરપૂર હોવો જોઈએ. આ વિચારથી તમને ખુશી થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો