• Gujarati News
  • Lifestyle
  • This 19 Year Old Girl Looks Like A Little Girl, Her Development Stopped Due To Illness, But She Did Not Give Up And Became A Singer.

પ્રેરણા:આ 19 વર્ષની છોકરી દેખાય છે નાની છોકરી જેવી, બીમારીના લીધે તેનો વિકાસ અટકી ગયો, તો પણ હાર ન માની અને સિંગર બની

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાગપુરની 19 વર્ષની અબોલી જરીટ એક નાની છોકરી જેવી દેખાય છે. તે સ્ટાર બનવાનું સપનુ જોવે છે પરંતુ મોટાભાગના લોકો તેણે એક બાળકી સમજે છે. તે આ વાતથી ઘણી પરેશાન છે. અબોલી એક જટિલ બીમારીનો સામનો કરી રહી છે, જેના કારણે તેના શરીરનો વિકાસ નથી થતો. તેની હાઈટ 3 ફૂટ અને 4 ઈંચ લાંબી છે.

રિકેટ્સના કારણે વિકાસ અટકી ગયો છે
19 વર્ષની અબોલીને રિકેટ્સ અથવા ઓસ્ટિયોમલેશિયા છે. બાળકોમાં આ બીમારીને રિકેટ્સ કહેવામાં આવે છે. તે વિટામિન ડીની ઊણપના કારણે થાય છે. આ સ્થિતિમાં હાડકાનો યોગ્ય વિકાસ નથી થઈ શકતો. આ સ્થિતિમાં કિડની ફેલ્યોર થવાની સમસ્યા પણ રહે છે. અબોલી તેની ઉંમરના કિશોરોની સરખામણીમાં ઘણી નાની છે. તેને પોતાની બીમારીના કારણે હંમેશા ડાયપર પહેરવું પડે છે. લોકો આ અંગે વિવિધ પ્રકારની કમેન્ટ પણ કરે છે.

હવે ધીમે ધીમે અબોલી લોકોની નકારાત્મક વાતોથી દૂર રહેવાનું શીખી ગઈ છે. તેના સ્ટાર બનવાના સપનામાં તે બીજા કોઈને આડે આવવા દેતી નથી.
હવે ધીમે ધીમે અબોલી લોકોની નકારાત્મક વાતોથી દૂર રહેવાનું શીખી ગઈ છે. તેના સ્ટાર બનવાના સપનામાં તે બીજા કોઈને આડે આવવા દેતી નથી.

આવી બીમારીમાં જલ્દી મૃત્યુ થઈ જાય છે
અબોલી જેવી બીમારી ઘણા ઓછા લોકોને હોય છે. આવી સ્થિતિમાં લોકોનું જલ્દી મૃત્યુ થઈ જાય છે. ડૉક્ટરોનું માનવું છે કે તેનું કોઈ સમાધાન નથી કેમ કે કિડનીની બીમારીની કોઈ કાયમી સારવાર નથી, તેથી અબોલી માટે રોજિંદા કામ જેમ કે બહાર જવું અને ચાલવાનું મુશ્કેલ છે.

અબોલી જેવા રોગમાં લોકો ઝડપથી મૃત્યુ પામે છે.
અબોલી જેવા રોગમાં લોકો ઝડપથી મૃત્યુ પામે છે.

6 મહિનાથી 4 વર્ષ સુધીના બાળકોને રિકેટ્સ થાય છે
ડૉક્ટરોનું કહેવું છે કે રિકેટ્સ બાળકોમાં વિટામિન ડીની ઊણપના કારણે થાય છે. તેમાં હાડકાં નરમ અને કમજોર રહે છે. હાડકા યોગ્ય રીતે વિકાસ નથી કરી શકતા. સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે, તે સ્કિનની અંદર જઈ વિટામિન ડીનું પ્રોડક્શન કરે છે. આ વિટામિન ડી હાડકામાં કેલ્શિયમ અને ફોસ્ફેટ ડિપોઝિટ કરે છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને નોર્મલ રીતે ગ્રો કરે છે. જો કોઈપણ કારણથી શરીરને પર્યાપ્ત વિટામિન ડી નથી મળતું તો કેલ્શિયમ અને ફાસ્ફેટ હાડકામાં યોગ્ય રીતે ડિપોઝિટ નથી થતા. આવી સ્થિતિમાં હાડકાં કમજોર થઈ જાય છે. થોડા સમય પછી તે વળી જાય છે જેને રિકેટ્સ કહેવામાં આવે છે. મોટાભાગે 6 મહિનાથી માંડી 4 વર્ષના બાળકોમાં રિકેટ્સ જોવા મળે છે.

અબોલી તેની ઉંમરના બાળકો જે કરે છે તે બધું જ કરે છે. અબોલીનું પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. જ્યાં તે સતત તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
અબોલી તેની ઉંમરના બાળકો જે કરે છે તે બધું જ કરે છે. અબોલીનું પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. જ્યાં તે સતત તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

સમસ્યાઓ પછી પણ હાર નથી માનતી અબોલી
ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, આવા બાળકો યુરિનરી ટ્રેક્ટની સાથે જન્મતા નથી. તેમને હંમેશાં ડાયપર પહેરવું પડે છે કારણ કે યુરિન લીક થતું રહે છે. અબોલી જણાવે છે કે મારા ઘરમાં કોઈ કાર પણ નથી, તેથી બહાર જવામાં ઘણી સમસ્યા થાય છે, પરંતુ આટલી સમસ્યાઓ પછી પણ મેં હાર નથી માની.

શરૂઆતમાં તે ડાન્સર હતી પરંતુ ધીરે ધીરે અબોલી પ્રોફેશનલ સિંગર બની ગઈ. મિસ વ્હીલચેર ઈન્ડિયામાં તે ફાઈનાલિસ્ટ સુધી પહોંચી. તેના માતા-પિતા, ભાઈ-બહેન, અને પરિવારના અન્ય સભ્યો પણ તેનો સાથ આપે છે. અબોલી જણાવે છે કે હું મારી પોતાની પ્રેરણા છું કારણ કે બાળપણથી માંડી આજ સુધી મારી સાથે જે કંઈ થયું છે તેનાથી મેં જીવન જીવવાનું શીખ્યું છે."

અબોલીના માતા-પિતા.
અબોલીના માતા-પિતા.