• Home
  • Lifestyle
  • Thinking of going to the gym in Unlock 3.0? Here's a list of things to look for in a gym to avoid coronavirus

ટિપ્સ / અનલોક 3.0માં જિમ જવાનો વિચાર કરી રહ્યા છો? જિમમાં કોરોનાવાઈરસથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જાણો તેનું લિસ્ટ

Thinking of going to the gym in Unlock 3.0? Here's a list of things to look for in a gym to avoid coronavirus
X
Thinking of going to the gym in Unlock 3.0? Here's a list of things to look for in a gym to avoid coronavirus

  • જિમમાં સેનિટાઈઝર, રૂમાલ, ટિશ્યૂ સહિતની પર્સનલ હાઈજીન આઈટેમ્સ લઈ જવાનો આગ્રહ રાખવો
  • પાણીની બોટલ, હાથ રૂમાલ, યોગા મેટ સહિતની વસ્તુઓ ઘરેથી જ જિમ લઈ જવાનો આગ્રહ રાખવો
  • કોરોનાવાઈરસ સામે સાવચેતીના ભાગ રૂપે ગ્લવ્ઝ પહેરીને વર્કઆઉટ કરી શકાય છે
  • જિમમાં પણ મૂળ મંત્ર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતે વર્કઆઉટ કરવું

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 01:46 PM IST

કોરોનાવાઈરસના કહેર વચ્ચે હવે સરકાર અને લોકો ન્યૂ નોર્મલ તરફ આગળ વધી રહ્યા છે. 1 ઓગસ્ટથી શરૂ થતાં અનલોક 3.0માં સરકારે જિમ પણ ઓપન કરવાની મંજૂરી આપી છે. જો તમે ફિટ રહેવા માટે કોરોનાકાળમાં પણ જિમની પસંદગી કરતા હોવ તો તમારે વધારે સાવચેતી અને સલામતી રાખવી પડશે. વધારે પડતાં પર્સનલ હાઈજીન સહિતની અનેક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. કઈ બાબતોનું ધ્યાન રાખી કોરોનાકાળમાં તમે સુરક્ષિત રહી શકો છો આવી જાણીએ...

નિયત કરેલા સમય અનુસાર જ જિમ જવાનો આગ્રહ રાખવો
અનલોક 3.0માં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સરકારે જિમ માટે મંજૂરી આપી છે. કોરોનાવાઈરસની હાજરીમાં તેનું ખરા અર્થમાં કેમ પાલન કરવું એ માત્ર આપડા પર નિર્ભર છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે જિમ માલિક દ્વારા તમને સોંપાયેલા ટાઈમ સ્લોટમાં જ જિમ જવું હિતાવહ છે સાથે જ તમારી ટાઈમ લિમિટ પૂરી થતાં એક સારા નાગરિકની ફરજ અદા કરી જિમ છોડી દેવું પણ એટલું જ આવશ્યક છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતાં તમારી સાથે અન્ય લોકોની પણ સુરક્ષા જળવાઈ રહે.

વોટર બોટલ સહિતનો જરૂરી સામાન તમારા ઘરેથી જ લઈ જાવ
જિમમાં વર્કઆઉટ દરમિયાન હાઈડ્રેટ રહેવા માટે પાણી પીવું આવશ્યક હોય છે. આમ તો જિમમાં પાણીની વ્યવસ્થા હોય જ છે, પંરતુ કોરોનાના ભયને મનમાં રાખી હાઈજીન સહિતની વસ્તુઓ જળવાઈ રહે તે માટે પાણીની બોટલ, હાથ રૂમાલ, યોગા મેટ સહિતની વસ્તુઓ ઘરેથી જ લઈ જાવ અથવા તમારા જિમના લોકરમાં રાખો તે આવશ્યક છે.

એક મંત્ર કાયમ યાદ રાખવો: સેનિટાઈઝિંગ
જિમના માલિકો પણ કોરોનાને ધ્યાનમાં રાખીને હાઈજીન માટે તમામ જિમ ઈક્વિપમેન્ટ સેનિટાઈઝ કરવાના જ છે, પરંતુ તમે તમારી સુરક્ષા માટે જિમમાં વર્કઆઉટ દરમિયાન હેન્ડ ગ્લવ્ઝ પહેરો તે સારું રહેશે. જો તમે હેન્ડ ગ્લવ્ઝમાં કમ્ફર્ટેબલ નથી તો વારંવાર પોતાના હાથ સેનિટાઈઝ કરવાનું ન ભૂલો. જિમમાં એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે વારંવાર મોં, નાક અને આંખને અડવાથી બચવાનું છે.

વર્કઆઉટ દરમિયાન જિમ ગ્લવ્ઝ અને આર્મ સ્વૅટબેન્ડ પહેરો
જિમમાં વર્કઆઉટ દરમિયાન પરસેવો થવો સ્વાભાવિક છે. તેમાં રહેલાં બેક્ટેરિયાથી બચવા માટે જિમ ગ્લવ્ઝ અને આર્મ સ્વૅટબેન્ડ પહેરી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી તે તમને પરસેવા સામે તો રક્ષણ આપશે જ સાથે જ તમે વારંવાર તમારા હાથને મોં પર અડાડવાથી પણ બચશો.

તબિયત સારી ન હોય તો ઘરે જ રહો
જો તમે બીમાર હોવ તો તમારે ઘરે જ રહેવું જોઈએ. ઘરે રહીને આરામ કર્યા બાદ તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ જાવ તો જ જિમ જવું જોઈએ. જો તમને કફ, ઉધરસ, તાવ સહિત કોઈ પણ સમસ્યા હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

જિમમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું
કોરોનાવાઈરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ તમામ સ્થળે લાગુ પડે છે. જિમમાં પણ આસપાસના લોકોથી 6 ફૂટનું અંતર રહે તે રીતે વર્કઆઉટ કરવું જોઈએ.

વર્કઆઉટ દરમિયાન માસ્ક પહેરવાનો ટાળો
કોરોનાવાઈરસથી બચીને રહેવા માટે માસ્ક પહેરવો આવશ્યક છે, પરંતુ કેટલાક એક્સપર્ટ્સના મત અનુસાર વર્કઆઉટ દરમિયાન માસ્ક પહેરવાનો ટાળવો જોઈએ. તેને લીધે તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને અચાનક તમારાં હૃદયનાં ધબકારાં વધી શકે છે. આ મામલે તમારા ડૉક્ટરની સલાહ લઈ જ નિર્ણયો જોઈએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી