તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિલેક્ટિવ ચોર:નોઈડામાં ગઠિયો સેમસંગના સ્માર્ટફોનને વનપ્લસનો સમજી દોડતો થયો, અસલ મોડેલની જાણ થતાં જ માલિકને પરત આપી દીધો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • Debayan Roy નામના ટ્વિટર યુઝરે તેની સાથે બનેલો આ વિચિત્ર કિસ્સો શેર કર્યો છે
  • ચોરને માત્ર 'વનપ્લસ 9 પ્રો' જોઈતો હોવાથી તેનાથી પણ મોંઘો સેમસંગનો ફોન માલિકને તેને પરત કરી દીધો

વન પ્લસ 9 પ્રો 5Gની ડિમાન્ડ કસ્ટમર્સ સાથે ગઠિયાઓની ગેન્ગમાં પણ છે. આ વાતનો પુરાવો આપતો વિચિત્ર કિસ્સો નોઈડામાં સામે આવ્યો છે. Debayan Roy નામના યુઝરે તેનો કિસ્સો સંભળાવતા આ સિલેક્ટેડ ચોર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ફોનના અસલી મોડેલની જાણ થતાં પરત કર્યો
રોયે સોશિલ મીડિયા પર પોસ્ટ કરી આખી ઘટના જણાવી છે. રોય તેના ગેલેક્સી s10+ મોબાઈલ પરથી અન્ય યુઝર્સને મેસેજ કરી રહ્યો હતો તેવામાં કોઈએ તેનો ફોન ઝડપી લીધો. નવાઈની વાત તો એ છે કે જે ગઠિયો ફોન છીનવીને લઈ ગઈ ગયો હતો તેણે 'ભાઈ મને લાગ્યું કે વન પ્લસ 9 પ્રો મોડેલ હશે' આવુ કહીને પરત આપી જતો રહ્યો.

ચોરની સિલેક્ટિવિટીને લીધે રોયના ટ્વીટ પર ફની કમેન્ટ્સને વણજાર થઈ છે. કોઈ કમેન્ટ લખીને કહે છે કે આ કોઈ યુટ્યુબનો ટેક રિવ્યુર હશે જેને રિવ્યુ માટે હજુ સુધી ફોન મળ્યો નહિ હોય. એક યુઝરે લખ્યું કે આ તો સંસ્કારી ચોર છે.

આ ઘટના જણાવે છે કે હવે ચોર પણ સિલેક્ટિવ બન્યા છે. ચોરને પણ લેટેસ્ટ ફ્લેગશિપ મોડેલ ચોરી કરવા જ ગમે છે. ગેલેક્સી S10+ 2019માં લોન્ચ થયો હતો. તેનાં 8GB+512GB વેરિઅન્ટની કિંમત 91,900 રૂપિયા છે. તો લેટેસ્ટ 5G ફોન વન પ્લસ 9 પ્રોનાં 8GB+ 128GB વેરિઅન્ટની કિંમત 64,999 રૂપિયા છે. ચોરે સસ્તાં ફોનની આશ રાખી મસ મોટો મોંઘો ફોન પરત આપી દેતાં કેટલાક યુઝર્સ ચોરનો મજાક પણ ઉડાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો