તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલદાર બોસ:સ્ટાફ મેમ્બરનું હાર્ડ વર્ક જોઇને રેસ્ટોરાંનાં માલિકે બધાને લાસ વેગાસ વેકેશન માટે મોકલ્યા, અઠવાડિયાંનો ખર્ચો માલિક ઉઠાવશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ બેઠેલા સ્ટાફ મેમ્બર - Divya Bhaskar
એરપોર્ટ બેઠેલા સ્ટાફ મેમ્બર
  • ‘રેમન્સ હાઉસ’ રેસ્ટોરાંએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, સોરી, અમારી સર્વિસ એક અઠવાડિયું સુધી બંધ રહેશે
  • જે લોકો આ ટ્રિપમાં જઈ ના શક્યા તેમને બોનસ આપશે

કોરોના મહામારીની અસર આખી દુનિયા પર થઈ છે. અનેક લોકોની જોબ અને બિઝનેસને અસર થઈ. લોકડાઉન દરમિયાન ઘણા લોકોની મહેનત દેખાઈ. અમેરિકાના ઓહાયો રાજ્યમાં આવેલા ‘રેમન્સ હાઉસ’ રેસ્ટોરાંએ મહામારી દરમિયાન પણ લોકો સુધી ફૂડ પહોંચાડવાનું ચાલુ રાખ્યું. સ્ટાફનું કામ જોઇને તેમના માલિક એટલા ખુશ થઈ ગયા કે બધાને લાસ વેગસ વેકેશન માટે મોકલ્યા.

ખુશખુશાલ સ્ટાફનો ફોટો શેર કર્યો
આ રેસ્ટોરાંએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, સોરી, અમારી સર્વિસ એક અઠવાડિયું સુધી બંધ રહેશે. અમારા સ્ટાફે હાર્ડ વર્ક કર્યું છે અને હવે તેમને એક બ્રેકની જરૂર છે. આ પોસ્ટ સાથે એરપોર્ટ પર બેઠેલા સ્ટાફ મેમ્બર્સ પણ દેખાઈ રહ્યા છે.

બોનસ પણ આપશે
રેસ્ટોરાંના માલિક જોનથન હેમે 12થી પણ વધારે સ્ટાફ મેમ્બર્સને લાસ વેગસ વેકેશન માટે મોકલ્યા. તેમની ફ્લાઈટ ટિકિટ અને રહેવાનો ખર્ચો જોનથને ઉપાડ્યો. જે લોકો આ ટ્રિપમાં જઈ શક્યા નથી તેમને બોનસ આપવામાં આવશે.

‘તેઓ આ ટ્રિપના હકદાર છે’
ટ્રિપ વિશે જોનથને કહ્યું કે, હું દર વખતે રૂપિયા વિશે વિચારતો નથી. અમે બધા એક પરિવારની જેમ છીએ. તેઓ આ રેસ્ટોરાંમાં મન લગાવીને કામ કરે છે. તેમને અહીં કામ કરવું પણ ઘણું ગમે છે. તેઓ કામને એક બર્ડનની જેમ જોતા નથી, તેમના હાર્ડ વર્કથી હું ઈમ્પ્રેસ થઈ ગયો છું અને આ બ્રેક એક નાનકડી ગિફ્ટ છે. હું મારા દરેક સ્ટાફ મેમ્બરનો આભારી છું.

યુઝર્સે માલિકના વખાણ કર્યા
રેસ્ટોરાંનાં માલિકની દિલદારતા જોઇને સોશિયલ મીડિયા પર યુઝર્સે તેમના વખાણ કર્યા છે. એક યુઝરે કમેન્ટ કરી, હું આ રેસ્ટોરાંમાં જઈ આવ્યો છું. તેમનું ફૂડ અને સર્વિસ ખૂબ સારી છે. સ્ટાફને વેકેશન પર મોકલવા બદલ આભાર. બીજા યુઝરે લખ્યું, અમે વિચારીએ છીએ તેના કરતાં પણ વધારે સારા છો. અન્ય યુઝરે લખ્યું, હું ક્યારેય તમારા રેસ્ટોરાંમાં આવ્યો નથી પણ હવે ચોક્કસથી આવીશ. તમારા જેવા માલિક બધાને મળે .

અન્ય સમાચારો પણ છે...