વસ્તુઓની પેકેજિંગથી માંડી કપડા બનાવવા સુધી, દુનિયાભરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણી વસ્તુઓ માટે થાય છે. જો કે, તેને રિસાઈકલ કરવાનું સરળ કામ નથી. મોટાભાગના પ્લાસ્ટિક કચરા અથવા પછી સમુદ્રમાં જઈ પૃથ્વીને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ એક એવો કીડો શોધી કાઢ્યો છે, જે પ્લાસ્ટિકને ખાઈ જીવિત રહી શકે છે.
આ સુપર વર્મનું નામ છે જોકોબાસ મોરિયો. તે લાર્વા કીડાની પ્રાજાતિના જ વર્મ છે. સંશોધકોનું કહેવું છે કે, જોફોબાસ મોરિયો પોલિસ્ટાયરિન નામના ખાસ પ્લાસ્ટિકને સરળતાથી પચાવી લે છે. તેનું કારણ કીડાના આંતરડામાં રહેલા બેક્ટેરિયા છે.
સુપર વર્મ શું હોય છે?
સુપર વર્મ એક એવા કીડા હોય છે, જેને પક્ષીઓ અને રેપ્ટાઈલ્સને ખાવા માટે પેદા કરવામાં આવે છે. તેનો આકાર 2 ઈંચ (5 સેમી) સુધીનો હોય છે. દુનિયાના કેટલાક દેશ, જેમ કે મેક્સિકો અને થાઈલેન્ડમાં પણ લોકો તેને ખાવાનું પસંદ કરે છે.
પ્લાસ્ટિક ખાઈ કીડાઓનું વજન વધ્યું
રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ આ કીડાઓને ત્રણ ગ્રુપમાં વહેંચ્યા. તેમણે વિવિધ પ્લાસ્ટિકની ડાયટ પર ત્રણ અઠવાડિયા સુધી રાખવામાં આવ્યા. આ દરમિયાન પોલિસ્ટાયરિન પ્લાસ્ટિકમાંથી બનતા થર્મોકોલ (સ્ટાયરોફોમ) ખાતાં કીડાઓનું વજન વધતું જોવા મળ્યું. આ રિસર્ચને યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડેની ટીમે કર્યું છે.
પરિણામમાં સામે આવ્યું કે, આ કીડા પોલિસ્ટાયરિન અને સ્ટાયરિનના ટૂકડાને ખાઈ ખત્મ કરી દે છે. આ બંને સ્ટિકનોખાવા-પીવાના કન્ટેનર અને કારના પાર્ટ્સ બનાવવામાં ઉપયોગ થાય છે.
કીડા નહીં, આંતરડાંના બેક્ટેકિયાનો ઉપયોગ થશે
સંશોધકોનું કહેવું છે કે, પ્લાસ્ટિકને રિસાઈકલ કરવામાં આ કીડા નહીં પરંતુ તેના આંતરડાંમાં રહેલા બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવશે. હકીકતમાં બેક્ટેરિયા જ છે જે પ્લાસ્ટિકને પચાવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેની મદદથી હાઈ ક્વોલિટી બાયોપ્લાસ્ટિક બનાવી શકાય છે. બાયોપ્લાસ્ટિક જૈવિક વસ્તુઓમાંથી બનેલું પ્લાસ્ટિક છે.
પોલિસ્ટાયરિનથી શું શું બને છે?
પોલિસ્ટાયરિન પ્લાસ્ટિકથી થર્મોકોલ/સ્ટાયરોફોમ, ડિસ્પોઝેબલ કટલરી, લાઈસન્સ પ્લેટની ફ્રેમ્સ, ઈલેક્ટ્રોનિક ડિવાઈસના પાર્ટ્સ, ઓટોમોબાઈલના પાર્ટ્સ વગેરે બનાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.