સાપ છે કે એક્ટર:આ સાપ પોતાની જાતને બચાવવા માટે મરવાનો ઢોંગ કરે છે, ઝેરને બદલે ખરાબ ગંધ છોડે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે. કેટલાક લોકો પોતાના બચાવ માટે મોંમાંથી ઝેર છોડે છે તો, કેટલાક પોતાની સુરક્ષા માટે વિચિત્ર રીત અપનાવે છે, પરંતુ એક એવો સાપ છે, જે ઝેરની જગ્યાએ દુર્ગંધ છોડીને પોતાને શિકારીઓથી બચાવે છે.

સાપનું નામ ઈસ્ટર્ન હોગ્નોઝ છે, જે જોવામાં સામાન્ય સાપ જેવો જ છે પરંતુ શિકારીઓથી બચવાના કિસ્સામાં એકદમ અલગ છે. આ સાપ ઝેરી નથી હોતા અને ઘણા ઓછા કિસ્સામાં માણસોને કરડે છે. જો કે, ટોક્સિક લાળ મનુષ્યમાં સામાન્ય લક્ષણ પેદા કરી શકે છે.

20થી 30 ઈંચ લાંબા હોય છે ઈસ્ટર્ન હોગ્નોઝ.ઝેરી દેડકા પણ ખાય છે.
20થી 30 ઈંચ લાંબા હોય છે ઈસ્ટર્ન હોગ્નોઝ.ઝેરી દેડકા પણ ખાય છે.

ઈસ્ટર્ન હોગ્નોઝ સ્નેક કેવી રીતે પોતાનો બચાવ કરે છે?
સાપની આ પ્રજાતિ એક્ટિંગમાં નિપુણ છે. સ્નેક એક્સપર્ટ્સના અનુસાર, જ્યારે કોઈ પ્રાણી ઈસ્ટર્ન હોગ્નોઝ સ્નેક પર હુમલો કરે છે ત્યારે તે ઊંધો થઈને મરવાનું નાટક કરે છે અને પોતાના શરીરમાંથી દુર્ગંધ રિલીઝ કરે છે. આ ચાલાકીથી શિકારીને લાગે છે કે સાપ મરી ગયો છે અને તેનું શરીર ઘણા દિવસોથી સડી રહ્યું છે. શિકારી દુર્ગંધના કારણે ઈસ્ટર્ન હોગ્નોઝ સ્નેક ખાતા નથી અને આ રીતે સાપ પોતાનો જીવ બચાવે છે.

વીડિયોમાં જુઓ સાપની ચાલાકી...

શું છે ઈસ્ટર્ન હોગ્નોઝ સ્નેકની ખાસિયત?
આ સાપની ખાસિયત એ પણ છે કે તે ઝેરી દેડકાઓને પણ ખાઈ જાય છે. તેના પર ઝેરની કોઈ અસર નથી થતી. તેનાથી વિપરીત તેની લારમાં જે ઝેર હોય છે તે દેડકા અને નાના જીવ-જંતુઓને સરળતાથી મારી નાખે છે. તે નાના પક્ષીઓ અને સલામંડર જેવા જીવોનો પણ શિકાર કરે છે.

20થી 30 ઈંચ લાંબા ઈસ્ટર્ન હોગ્નોઝ સ્નેકનું મોં ત્રિકોણ આકારનું હોય છે. માદા સાપ નર સાપ કરતાં વધારે લાંબા હોય છે. માનવામાં આવે છે કે તે લગભગ 12 વર્ષ સુધી જીવી શકે છે.