શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે રૂટિનમાં અઢળક કામ કરીએ છીએ, પરંતુ મગજને કેવી રીતે નિરંતર કાર્યશીલ રાખવું? તેની કેવી રીતે ધાર કાઢવી? તેને કેવી રીતે રિફ્રેશ કરવું? તેની કાળજી લેવામાં આવતી નથી. પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (PMCH)ના ન્યુરોલોજી વિભાગના HOD ડૉ.સંજય કુમાર જણાવે છે કે, મગજને શરીરની જેમ જ સક્રિય રાખવું જરૂરી છે. મગજ માટે સૌથી પહેલાં તો આઠ કલાકની ઊંઘ જરૂરી છે. મગજને લગતી કોઈપણ પ્રવૃત્તિ જેમકે, સૂંઘવાની, સાંભળવાની અને જોવાની વગેરેમાં કોઈપણ પ્રકારની થાય તો તેની સારવાર કરવી જરૂરી છે. ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી આ તકલીફોને નજરઅંદાજ ના કરી શકાય. દરરોજ કંઈક એવી એક્ટિવિટી કરો કે જે તમારા મગજને ખુશ રાખે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.