તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • These Korean Home Remedies Useful For Skin Brightening, Will Brighten The Face And Remove Blemishes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્યુટી ટ્રેન્ડ્સ:સ્કિન બ્રાઈટનિંગ માટે 4 ઘરેલું ઉપાય, ચહેરો ચમકશે અને ડાઘ દૂર થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરિયન બ્યુટી અસરકારક સ્કિન કેર વસ્તુઓ માટે તો ફેમસ છે જ સાથે હોમ રેમેડીઝ માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. ગ્લાસી ગ્લોઈંગ સ્કિન ઈચ્છો છો તો આ ઘરેલું કોરિયન ઉપાય ટ્રાય કરી શકો છો.

1. ફર્મેટેડ રાઈસ વોટર ફેસ મિસ્ટ
એશિયન દેશોમાં ચોખાનો ઉપયોગ માત્ર ભોજનમાં જ કરવામાં નથી આવતો. ચીન અને કોરિયા જેવા દેશોમાં ફર્મેટેડ રાઈસ વોટર ઘણું જરૂરી સ્કિન કેર ઇન્ગ્રીડિએન્ટ છે. તેને ઘરમાં જ બનાવી શકાય છે. ચોખા પાણીમાં બાફી તેમાંથી પાણી નિતારી લો. તે ઠંડુ થાય પછી એક સ્પ્રે બોટલમાં ભરી દો. 2-3 દિવસ માટે ફોર્મેટ થવા દો. હવે તેને ફેસ મિસ્ટ તરીકે સવાર-સાંજ ઉપયોગમાં લઇ શકો છો.

2. લેમન એન્ડ સ્ટ્રોબેરી ફેસ માસ્ક
5-6 સ્ટ્રોબેરીના પલ્પમાં લેમન એસેન્શિયલ ફેસ ઓઈલના 2-3 ડ્રોપ્સ ઉમેરો. હવે તેમાં બે ચમચી દહીં ઉમેરો. સરખી રીતે મિક્સ કરી ફેસ અને નાક પર લગાવીને 30 મિનિટ સુધી રાખો. હવે નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. સ્કિન એકદમ ફ્રેશ લાગશે.

3. ગ્રીન ટી ફેશિયલ રિન્સ
એક ચતુર્થાંશ કપ પાણીને ગરમ કરી ગ્રીન ટી બનાવો. હવે તેને ઠંડી કરવા મૂકી દો. જ્યારે પણ તમે ચહેરો ધુઓ ત્યારે ફાઈનલ રિન્સ આ ગ્રીન ટી વોટરથી જ કરો. આ સ્કિનની અંદરથી ડીટોક્સિફાઈ કરે છે અને સ્કિન પર દેખાતા ડાઘા દૂર કરે છે.

4. રાઈસ ફ્લોર અને એલોવેરા માસ્ક
3 મોટા ચમચા ચોખાના લોટ સાથે 2 ચમચી એલોવેરા પલ્પ મિક્સ કરો. તેને ફેસ અને નેક પર સારી રીતે લગાવો. આશરે એક કલાક પછી ઠંડા પાણીથી ધોઈ દો. સ્કિન એકદમ સોફ્ટ અને શાઈની લાગશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો