પારિવારિક ઝઘડાને કારણે બાળક ઉંમર કરતાં વહેલું સમજદાર બને છે:આ બાળકો ઈચ્છા વ્યક્ત નથી કરતા, પરંતુ ઈચ્છે છે કે કોઈ તેમને સમજે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાધાના માતા-પિતાના લવ મરેજ હતા, જેના કારણે બંનેના પરિવારે છોડી દેતા દરરોજ ઝઘડા થવા લાગ્યા હતા. દરરોજના ઝઘડા અને મારપીટને કારણે રાધા ઉંમર પહેલા જ પરિપક્વ થઇ ગઈ હતી. રાધા પોતાની ઉંમરના બીજા બાળકો કરતા વધુ ગંભીર થઇ ગઈ હતી અને તેમનું બાળપણ તો પૂરું જ થઇ ગયું હતું. રાધા મોટા લોકોની જેમ સમજવા અને વિચારવા લાગી હતી. આપણી આજુબાજુ પણ આવી ઘટના બનતી હોય છે જેના કારણે બાળકો ઉંમર પહેલાં જ મેચ્યોર થઇ જાય છે.

આ પ્રકારના બાળકોને માનસિક બીમારી થાય છે
ભારતીય પરિવારોમાં બાળકો પર ચિંતાની શું અસર થાય છે તેના પર સંશોધન કરનારી યુનિવર્સિટી ઓફ હર્ટફોર્ડશાયરના સના અહસાન જણાવે છે કે, આ બરાબર નથી. પારિવારિક ઝઘડા બાળકોને માનસિક રીતે બીમાર કરે છે. આ બાળકો મોટા થતાં બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર બને છે. નાની ઉંમરમાં જે બાળકો આ પ્રકારની ઘટનાઓ જુએ છે તે બાળકોમાં તે વ્યક્તિત્વનો વિકાસ થાય છે, જેના કારણે તેઓ પોતાની જાતને મહત્વ આપી શકતા નથી. આ બાળકો મોટા થાય છે ત્યારે સંબંધોમાં હિંસા અને શોષણનો ભોગ બને છે પછી તે મિત્રો હોય, સહકર્મીઓ હોય કે જીવનસાથી હોય. તેઓમાં હંમેશા આત્મવિશ્વાસનો અભાવ હોય છે.

પારિવારિક ઝઘડાને કારણે બાળકોના મનમાં એવું હોય છે કે, તેમની મદદ માટે કોઈ નથી અને ત્યાં સુધી કે પરિવારની જવાબદારી પણ પોતાને જ ઉઠાવવી પડે છે. પછી ભલે તે ઘરનું કામ હોય, પડોશીઓ અને સંબંધીઓ સાથેના સંબંધો હોય કે પછી તમારા નાના ભાઈ-બહેનોની સંભાળ રાખવાની હોય. આ બાળકો કુટુંબનું વાતાવરણ બરાબર રહે તે માટે તેમના માતા-પિતાની કાળજી લેવાનો પણ પ્રયાસ કરે છે. આટલું કરવા છતા પરિવારમાં વધતા ઝઘડા અને ઝઘડાઓ માટે પોતાને દોષિત સમજવા લાગે છે.

બાળકો પોતાને દોષિત માનવા લાગે છે
રાધા જણાવે છે કે, તેને ખબર પડી જતી હતી કે, કોને ક્યારે શું જોઈએ છે. મનમાં જાણે લાગણીનું રડાર ગોઠવાઈ ગયું હતું. ભારતીયો પરિવારોમા માતાપિતા વચ્ચે સતત તણાવનું વાતાવરણ હોય છે, બાળકો અનિચ્છાએ દૂર કરવાની કોશિશ કરે છે, જો તેઓ તેમ કરી શકતા નથી, તો તેઓ પોતાને દોષ આપવાનું શરૂ કરે છે.

આ પ્રકારના વાતાવરણમાં તેઓ પોતાની સમસ્યાઓ કે જરૂરિયાતો કોઈને જણાવી શકતા નથી. જો સામાન્ય ભાષામાં કહેવામાં આવે તો પરિવારમાં નિરાશા અને ગુસ્સાનું વાતાવરણ જોવા મળે છે. જેનાથી તેઓ ડર અનુભવે છે અને શરમ અનુભવે છે.

બાળરોગ નિષ્ણાત અને મનોવિશ્લેષક ડોનાલ્ડ વિનીકોટે આ માટે 'ફોલ્સ સેલ્ફ' શબ્દ આપ્યો છે .તે કહે છે કે આવા બાળકો કે જેઓ તણાવપૂર્ણ પરિવારના વાતાવરણને કારણે એક પ્રકારનું પેરેન્ટિંગ લે છે, મોટા થયા પછી પણ તેમની ઇચ્છાઓ અને જરૂરિયાતોને અવગણે છે.તેઓ તેમના હૃદયમાં ઈચ્છે છે કે કોઈ કશું બોલ્યા વિના તેમની લાગણીઓને સમજે પરંતુ થઇ શકતું નથી.

જે બાળકોનું બાળપણ પારિવારીક તણાવમાં વિત્યું હોય તે બાળકો બીજા કરતાં કઇક અલગ જ રીતે આગળ વધે છે. આ બાળકો ડોક્ટર, શિક્ષક અને કોચના વ્યવસાયમાં આગળ વધે છે જેમાં વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે.આવા લોકો સંવેદનશીલ હોવાની સાથે-સાથે ખૂબ જ કાળજી રાખનારા અને સમસ્યાનું સમાધાન કરનારા હોય છે.ઉદાહરણ તરીકે, પેરેંટિંગ કોચ, ચિકિત્સક, ડૉક્ટર, નર્સ, શિક્ષક જેવા વ્યવસાયોમાં તે વધુ સારું કરે છે.