તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • These Apps Will Help In Cooking, From Multi Cuisine Recipes To Many Healthy Recipe Options Available.

કિચન ટિપ્સ:કૂકિંગ કરવામાં મદદ કરશે આ એપ્સ, મલ્ટિ ક્વિઝિન રેસિપીથી લઈને હેલ્ધી રેસિપીના અનેકો ઓપ્શન અવેલેબલ

રવિ શર્મા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિચન સ્ટોરીઝ એપ તમે તૈયાર કરેલી ડિશનો ફોટો કઈ રીતે લેવો તે પણ સજેસ્ટ કરે છે
  • યમલી એપ પર અમેરિકન, ચાઇનીઝ, એશિયન, ગ્રીક સહિતની મલ્ટિ ક્વિઝિન રેસિપી અવેલેબલ

રસોડાનાં નાનાં મોટાં કામ પૂરા કરવા માટે કેટલીક એપ્સ ઘણી મદદગાર સાબિત થાય છે. અહીં વેજ અને નોનવેજ ડિશ માટે અલગ અલગ સેક્શન પણ હોય છે. ભોજન બનાવવાનું શીખતાં લોકો માટે અહીં અઢળક વિકલ્પ ઉપલબ્ધ છે.

TASTY (ટેસ્ટી)

આ એપ પર 4 હજારથી વધારે રેસિપી અવેલેબલ છે. એડવાન્સ સર્ચ, સ્ટેપ બાય સ્ટેપ મોડ, ઈન્સ્ટ્રક્શન મોડ, સોશિયલ પ્લાન્સ, ક્વિઝિન અને ડાયટ પ્રમાણે રેસિપી મળે છે. ફોટો પરથી સરળતાથી રેસિપી પણ સમજી શકાય છે.

TARLA DALAL RECIPES (તરલા દલાલ રેસિપી)

જાણીતા શેફ અને અનેક બુક્સ લખનાર તરલા દલાલ એપમાં પરાઠાની વેરાયટી, સાઉથ ઈન્ડિયન રેસિપીસ, કચોરી, કઢી, વડા પાઉં, સ્ટ્રીટ ચાટ, રાયતાની લાંબી રેન્જ છે. આ એપ પરથી ઘરે બેસીને બ્રેડ અને આઇસક્રીમ બનાવતાં શીખી શકાય છે. તેમના અનુભવ સાથે આ એપ પર ભરોસાપાત્ર રેસિપી મળે છે. હેલ્થ સેક્શનમાં વિટામિન્સથી ભરપૂર વ્યંજન અવેલેબલ છે.

KITCHEN STORIES (કિચન સ્ટોરીઝ)

ખાવાનું બનાવતાં શીખતાં લોકો માટે આ એપ ઘણી કામની છે. અહીં રેસિપીસ અને ટ્યુટોરિયલ્સ અવેલેબલ છે. તમારી બનાવેલી ડિશના ફોટોઝ તમે કઈ રીતે લઈ શકો છો તે પણ એપ શીખવાડે છે. આ ફોટોઝ એપ પર શેર પણ કરી શકાય છે.

YUMMLY (યમલી)

આ એપ પર 20 લાખથી વધારે રેસિપી છે. એપ પર ઈન્ડિયન, અમેરિકન, ચાઇનીઝ, એશિયન, ક્યુબન, ગ્રીક, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, થાઇ સહિતના ક્વિઝિન કવર થાય છે. એપ તમને મનગતમાં ઈન્ગ્રિઅન્ટ્સવાળી જ રેસિપી સજેસ્ટ કરે છે. એપ ફૂડ બ્લોગ્સ પરથી રેસિપી ભેગી કરે છે.

TASTEMADE

આ એક એન્ટરટેનમેન્ટ ચેનલ છે. તેમાં ફૂડ અને ટ્રાવેલ રિલેટેડ કન્ટેન્ટ હોય છે. તેમાં ઘણા શૉ જોવા મળે છે. આ ચેનલ પર બજેટ મીલ શીખી શકાય છે. અહીં યુટિલિટી બેઝ્ડ ઘણાં કન્ટેન્ટ અવેલેબલ હોય છે.