તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • These 5 Skin Care Products Are Adopted All Over The World, It Removes Dryness In Cold Weather, It Helps In Increasing The Radiance Of The Face

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્યુટી અપડેટ:દુનિયાભરમાં વપરાતા આ 5 સ્કિન કેર પ્રોડક્ટ્સ જાણો, તેનાથી ઠંડીની સીઝનમાં ત્વચા શુષ્ક નહિ રહે અને ચહેરાની ચમક વધશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌંદર્ય નિખારવા માટે દરેક દેશના પોતાના સ્કિન કેર સીક્રેટ્સ છે, આજે પણ દુનિયાભરમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. થેરેપ્યુટિક ફાયદાઓ માટે હાલ તેમાં એસેન્શિયલ ઓઈલ પણ મિક્સ કરવામાં આવે છે. મોટી બ્રાંડ સ્કિન ટાઈપ પ્રમાણે અલગ-અલગ પ્રકારના સ્ક્રબ કસ્ટમાઈઝ કરે છે. દુનિયાભરમાં ઉપયોગમાં લેવાતા સ્કિન કેર પ્રોડક્ટ્સ વિશે જાણો અને તેનો ઉપયોગ કરો.

1. ભારતનું સ્ક્રબ

આ પ્રી-વેડિંગ સેરેમનીમાં આ એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. તે ફેસ અને બોડી ક્લીન્ઝર્સ હોય છે જે બોડીને ચમક આપે છે. ચણાના લોટને પીસીને બેસન તૈયાર કરવામાં આવે છે અને તેનું બોડી સ્ક્રબ બને છે. તેમાં ચંદન, ગુલાબ જળ અને થોડું દૂધ મિક્સ કરી શકો છો.

2.ગ્રીસનું યોગર્ટ અને ઓલિવ ઓઈલ

ગ્રીક યોગર્ટ માત્ર સ્વાદમાં જ ટેસ્ટી નથી હોતું પણ તેમાંથી અસરકારક ફેસ માસ્ક પણ તૈયાર કરવામાં આવે છે. યોગર્ટને હાથેથી ચહેરા પર લગાવીને લોકલ્સ પોસ્ટ સન કેરની જેમ પણ ઉપયોગમાં લે છે. તેની અંદર મધ પણ ઉમેરવામાં આવે છે. ઘણી મોટી મોશ્ચરાઇઝર બ્રાંડ મુખ્ય વસ્તુ તરીકે ગ્રીક યોગર્ટને સામેલ કરે છે.

3. ઈજીપ્તનું રોઝ ક્વાર્ટઝ
ઈજીપ્તની રોયલ્ટી રોઝ ક્વાર્ટઝને મૂલ્યવાન પથ્થર માને છે. તેમનો હીલિંગ પાવર વધારે હોય છે. ઘણી મોટી બ્યુટી બ્રાંડ તેમના સ્કિન કેર ફોર્મ્યુલામાં રોઝ ક્વાર્ટઝનો ઉપયોગ કરે છે.

4. મોરોક્કોનું આર્ગન ઓઈલ
તેમાં વિટામિન, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ અને ફેટ એસિડ જોય છે. તે સ્કિન અને વાળ માટે ફાયદાકારક છે. વિટામિન E હોવાને લીધે લીવ-ઈન હેર સિરમ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

5. ભારતનું કોકોનટ ઓઈલ
હેડ અને બોડી મસાજ માટે આનાથી સારું બીજું કોઈ તેલ નથી. તે વાળ ખરવાની સમસ્યા દૂર કરે છે. તેને મેકઅપ રિમૂવર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ઠંડીની સીઝનમાં ડ્રાય એલ્બો અને ફાટેલા હોઠને મોશ્ચરાઈઝ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો