તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • These 5 Simple Postures Will Keep The Lungs Healthy And Also Help Maintain Oxygen Levels In The Body.

યોગ:આ 5 સરળ આસન ફેફસાંને સ્વસ્થ રાખશે, શરીરમાં ઓક્સિજનનું સ્તર જાળવી રાખવામાં પણ મદદગાર છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ દિવસોમાં લોકડાઉનના કારણે ઘણા લોકો એક્સર્સાઈઝ માટે બહાર નથી જઈ શકતા. આવી સ્થિતિમાં તમે શ્વસનતંત્ર અને ફેફસાંને સ્વસ્થ રાખવા માટે યોગના કેટલાક આસન મદદગાર સાબિત થઈ શકે છે. આ આસન શરીરમાં ઓક્સિજનના સ્તરને જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

તાડાસન
જ્યારે તમે તમારા પગના પંજા પર ઊભા થઈ જાઓ અને હાથને માથાની ઉપર સીધા લઈ જાવ છો તો તેનાથી રેસ્પિરેટરી સિસ્ટમમાં એક્સિજન માટે જગ્યા બની જાય છે. તેનાથી ફેફસાંને ક્ષમતા વધે છે.

બલાસન
જમીન પર બેસીને હાથને જમીન પર રાખવાના હોય છે. તેનાથી બ્રિધિંગ પેટર્ન નિયમિત થાય છે. ફેફસાંમાં ઓક્સિજન વધે છે અને લોહીમાં વધારે ઓક્સિજન પહોંચે છે.

મત્સ્યાસન
તેમાં પલાઠીવાળીને જમીન પર બેસીને માથાને પાછળની તરફ લઈને જમીન પર જુકાવી દો. કરોડરજ્જુ જમીનથી ઉપર રહેવા જોઈએ. છાતી ઉપરની તરફ ખેંચાય છે, તેથી ફેફસાંમાં ઓક્સિજન માટે વધારે જગ્યા થાય છે.

ત્રિકોણાસન
સીધા ઉભા રહો. ઊંડા શ્વાસ લો. ધીમે ધીમે શ્વાસ છોડતા એક હાથ નીચેની તરફ લઈ જાવ અને બીજા હાથને આકાશની તરફ. તેનાથી પેટની બહારના સ્નાયુઓનીની કસરત થાય છે. શ્વસન પ્રક્રિયા સારી રહે છે.

વૃક્ષાસન
આ આસનમાં એક પગે ઊભા રહીને બંને હાથને ઉપર જોડતા ઊંધો વી બનાવવામાં આવે છે. આ સ્થિતિમાં જતી વખતે ઊંડા શ્વાસ લો અને સામાન્ય સ્થિતિમાં આવતી વખતે શ્વાસ છોડવાનો હોય છે.

અન્ય સમાચારો પણ છે...