• Gujarati News
  • Lifestyle
  • There Is No Peace Even In Mourning. This Lover Proposed To His Girlfriend During His Father's Funeral.

મોતનો મલાજો ન જાળવ્યો:માતમમાં પણ શાંતિ નથી આ આશિકને, ગર્લફ્રેન્ડને પિતાના અંતિમ સંસ્કાર દરમિયાન કરી દીધું પ્રપોઝ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે ફિલ્મી દુનિયામાં જોવા મળે છે કે હીરો પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા નવી નવી રીતો અપનાવતો હોય છે. કોઈને પ્રપોઝ કરવા માટે લોકો સારો પ્લાન બનાવે છે અને ઘણા લોકો એવું કરે છે કે તેનો પાર્ટનર સરપ્રાઇઝ થઈ જાય. પરંતુ આ વ્યક્તિએ ખરેખર પ્રપોઝ કરવા માટે ઘણો ખરાબ સમય પસંદ કર્યો છે. એક દક્ષિણ આફ્રિકામાં એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને તેના પિતાની અંતિમ વિધિમાં પ્રપોઝ કર્યુ.

ટ્વિટર પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં વ્યક્તિ ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરી રહ્યો છે. આ વ્યક્તિએ દક્ષિણ આફ્રિકાના લીમ્પોપો પ્રાંતમાં અંતિમ સંસ્કાર કરતી વખતે રડતી ગર્લફ્રેન્ડને લગ્ન કરવા માટે પૂછ્યું.

પિતાના મૃત્યુથી શોકમાં હતી યુવતી
રિપોર્ટના અનુસાર, મોઝેલાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યાં એક અંતિમ સંસ્કારમાં ગયો, જ્યાં યુવતી પોતાના પિતાના મૃત્યુનો શોક મનાવી રહી હતી, તે વ્યક્તિએ વિચાર્યું કે આ જ સારી તક હતી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાની.

સોશિયલ મીડિયામાં વીડિયો ક્લિપ થઈ વાઈરલ
વીડિયો ક્લિપના કેપ્શનમાં લખ્યું છે,' મૃતકની દીકરીને તેને અંતિમ વિધિના સમયે પ્રપોઝ કરી અને આંસુ લૂછ્યા.' ક્લિપના બેકગ્રાઉન્ડમાં યુવતીના પિતાની શબપેટી દેખાય છે. ક્લીસિયાના પાદરીએ સંજોગોને બિલકુલ ધ્યાનમાં રાખ્યા વગર તેની ગર્લફ્રેન્ડને રિંગ પહેરાવી દીધી અને આંગળીમાં એક આંગળીમાં રીંગ પહેરાવી દીધી. ઘણા યુઝર્સે આ વીડિયોને જોયા બાદ પ્રતિક્રિયા આપી. એક યુઝર્સે કહ્યું, 'અહીં આ ખોટું છે. આને તમે કોઈ પણ રીતે સાચુ ના ઠેરવી શકો. મને એવું લાગે છે તેણે અંતિમ વિધિ થાય ત્યાં સુધી રાહ જોવાની હતી. જ્યારે તમે આટલા ઉંડા શોકમાં હો ત્યારે તમે કેવી રીતે ખુશ રહી શકો છો.

મહિલાએ આ પ્રપોઝ પર કોઈ પ્રતિક્રિયા ન આપી
મહિલાએ આ પ્રપોઝ પર કોઈ પ્રતિક્રિયા ન આપી

બીજી અફવા પણ ફેલાઈ
બીજી અફવા હતી કે જે વ્યક્તિએ પ્રસ્તાવ મૂક્યો તે એક પાદરી હતો, તે યુવતીને પ્રેમ કરતો હતો. તેણે તેના પિતાના મૃત્યુના દિવસે તેણીને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવ્યો.

મહિલાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી
મહિલા સ્તબ્ધ થઈ ગઈ પરંતુ તેને આ પ્રપોઝ પર કોઈ પ્રતિક્રિયા ન આપી. તેને ન તો સ્વીકાર કર્યો અને ન તો અસ્વીકાર કર્યો. તે વ્યક્તિએ કહ્યું યુવતીને રડતી જોઈ હું દુઃખી થઈ ગયો હતો અને એટલા માટે અંતિમ સંસ્કારનો સમય પસંદ કર્યો.

અન્ય સમાચારો પણ છે...