ઘણા સમયથી ઘરે બેસીનો કંટાળી ગયા છો? માઈન્ડ ફ્રેશ કરવા ક્યાંક ફરવા જવા માગો છો તો આ સમયે ફરવા માટેના સ્થળોમાંથી શ્રેષ્ઠ જગ્યા છે ગોવા! જો તમે હજુ સુધી ગોવા ફરવા નથી ગયા તો તમારે જરૂર જવું જોઈએ. ત્યાં જઈ તમને લાગશે કે અત્યાર સુધી તમે કેટલું બધુ મિસ કરી દીધું. જો તમે પહેલાં ગોવા ફરીને આવ્યા છો અથવા અવારનવાર જતાં રહો છો તો તમે જાણો છો કે ગોવા ભલે ગમે તેટલી વખત ફરવા જાઓ ત્યાં દર વખતે એક્સપ્લોર કરવા માટે કશુંક તો નવું મળી જ જાય છે. ભલે તમે મસ્તી અને કાર્નિવલ પસંદ કરતા હો કે ઘાર્મિક સ્થળોની મુલાકાત અથવા જંગલો અને પહાડોમાં વિવિધતાપૂર્ણ પ્રકૃતિ અને જીવ જંતુઓના સાનિધ્યમાં સમય પસાર કરવા માગતા હો તો ગોવા તમારા માટે પર્ફેક્ટ ડેસ્ટિનેશન છે. દરિયા કિનારો, સન-સેન્ડ અને સર્ફિંગ સિવાય પણ ગોવામાં દરેક વ્યક્તિ માટે એટલું બધું છે કે તમે ત્યાં જઈને બિલકુલ પણ નહીં કંટાળો. આ સિઝનમાં તો ગોવાની સુંદરતા વધુ ખીલી ઉઠે છે.
દેશભરમાં કોરોનાનો કહેર ઓછો થતાં અને ઝડપી વેક્સિનેશનને કારણે આંતરિક યાત્રાઓ પરથી પ્રતિબંધ દૂર કરવામાં આવ્યા છે. કોરોનાની ગાઈડલાઈનનાં પાલન સાથે પર્યટકોનો ધસારો વધ્યો છે. ગોવાના પર્યટન સ્થળ પણ પર્યટકો માટે ખુલ્લા મુકાયા છે. તો રાહ શેની જુઓ છો આજે જ પરિવાર, ફ્રેન્ડ્સ, સંબંધીઓ સાથે ગોવા માટે પોતાનું બુકિંગ કરાવો અને જીવનના યાદગાર પળો માણો.
ગુજરાતીઓનું ફેવરિટ સ્થળ છે ગોવા. ગુજરાતમાં લોકો ભારતના સૌથી સારા સહેલાણી માનવામાં આવે છે. ગોવા તો ગુજરાતીઓનું ફેવરિટ પર્યટન સ્થળ છે. ગોવા ફરવા જતા ઘરેલું પર્યટકોમાં 30% થી વધારે લોકો ગુજરાતમાં હોય છે.
ગોવામાં ફરવા માટે ખાસ શું છે-ગોવામાં દરેકને ગમે એવો સુંદર દરિયાકિનારો, ભારતીય અને પોર્ટુગીઝ વાસ્તુકળાના સરસ નમૂના, કિલ્લા, મંદિર અને ચર્ચ જેવા એકથી એક ચઢિયાતા પર્યટન સ્થળ છે. તેમાં દૂધસાગર વોટરફોલ, બામ જીજસ બેસિલિકા, સલીમ અલી બર્ડ સેન્ચ્યુરી, શાંતાદુર્ગા મંદિર, ડાઈવર્સ આઈલેન્ડ મુખ્ય છે. મોન્સૂનમાં વેસ્ટર્ન ઘાટનો નજારો અદભૂત હોય છે. ફન, ફેસ્ટિવલ અને કાર્નિવલ તો ગોવાની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.
ક્લબ મહિન્દ્રા અસોનોરા- એક વર્લ્ડ ક્લાસ રિસોર્ટ
ગોવામાં રહેવા માટે ક્લબ મહિન્દ્રા અસોનોરા એક સારો વિકલ્પ છે. નોર્થ ગોવાના મોઈતેમમાં અસોનોરા નદીના કિનારે આવેલો આ સુંદર અને હરિયાલીથી ઘેરાયેલો રિસોર્ટ તમને પ્રકૃતિની નજીક લઈ જાય છે. અહીં પહોંચવું સરળ છે. માપુસાથી 20 મિનિટના અંતરે શહેર કોલાહમથી દૂર, ઘણા એકરમાં ફેલાયેલા આ રિસોર્ટમાં પરિવારની સાથે આનંદમય રજાઓ વિતાવવા માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ છે. તેનું મુખ્ય આકર્ષણ એક મિની વોટર થીમ પાર્ક છે, જેમાં 200 મીટર લાંબી એક નાની નદી છે. તે સાથે ઘણી બધી વોટર એક્ટિવિટી, ગુફા અને ઝરણા છે. મોજ-મસ્તી માટે ઘણી અન્ય સુવિધાઓ પણ છે જેને છોડીને જવાનું તમારું મન નહીં થાય. બાર્બેક્યૂ-મોકટેલ-કોકટેલની સાથે રોમેન્ટિક ડિનર હોય અથવા ગોઆનીઝ કોકણી વાનગીઓથી ભરપૂર થાળી હોય અહીં મહેમાનોની સામે લાઈવ કિચનમાં ભોજન તૈયાર કરવામાં આવે છે. ક્લબ મહિન્દ્રા એસોનોરામાં 152 સ્પેશિયલ રૂમ છે. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને મહેમાનોની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે. ક્લબ મહિન્દ્રા એસોનોરામાં તમારા ફેમિલી હોલિડેની ઉજવણી એક જશ્ન બની જાય છે. થીમ નાઇટ, રમતો અને મનોરંજનના અન્ય સાધનો તમારી મજાને ડબલ કરી દેશે.
આ સરળ પ્રશ્નનોના જવાબ આપીને 100 લકી વિનર્સ જીતી શકે છે ક્લબ મહિન્દ્રા રિસોર્ટમાં 2 રાત/3 દિવસ વિતાવવાની તક.
પ્રશ્નો
ક્લબ મહિન્દ્રા એસોનોરા રિસોર્ટ ક્યાં આવેલો છે?
વિકલ્પ: (a) ગોવા, (b) કેરળ (c) રાજસ્થાન (d) મહારાષ્ટ્ર
નિયમો અને શરતો લાગુ - ક્લબ મહિન્દ્રાના હાલના સભ્યો આ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે. સ્પર્ધામાં ભાગ લેવા માટે 9190000097 પર મિસ કોલ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.