• Gujarati News
  • Lifestyle
  • There Is A Growing Craze For Lengthening In Men, The Cost Of This Operation Is 60 Lakh Rupees, But Waiting

લો બોલો... હાઇટ વધારવા માટે પણ ઓપરેશન!:પુરુષોમાં હાઇટ વધારવાનો ક્રેઝ વધ્યો, આ ઓપરેશન પાછળનો ખર્ચ 60 લાખ રૂપિયા, છતાં પણ વેઇટિંગ!

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે લોકો ખૂબસૂરત અને બીજાથી સારા દેખાવવા માટે અનેક સર્જરીઓ, ઓપરેશન કે પછી ટ્રીટમેન્ટ કરાવે છે. સામાન્ય રીતે આપણે વજન ઘટાડવા, ત્વચાની સર્જરી, પ્લાસ્ટિક સર્જરીની વાત સાંભળી છે, પરંતુ શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે હાઈટ વધારવા માટે પણ ઓપરેશન કરવામાં આવે છે? હાલમાં જ હાઈટ વધારવા માટેના ઓપરેશનનો ક્રેઝ વધી રહ્યો છે. ગૂગલ,એમેઝોન, માઈક્રોસોફ્ટ અને મેટા જેવી ટેક કંપનીઓના સોફ્ટવેર એન્જિનિયરોમાં હાઈટ વધારવાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. આ ઓપરેશનથી પગની લંબાઈ 3થી 6 ઇંચ સુધી વધારી શકાય છે.

હાઈટ વધારવાનું ઓપરેશન કરતી સંસ્થાના સ્થાપક કેવિન ડેબીપાર્સેડે હસતાં-હસતાં જણાવ્યું હતું કે 'હાલમાં મારી પાસે એક નવી ટેક કંપની શરૂ કરી શકું એટલા ટેક દર્દીઓ છે. 20 દર્દી તો ઓપરેશન માટે વેઇટિંગમાં છે. તો માઇક્રોસોફ્ટ કંપનીના મોટા ભાગના કર્મચારીઓ ઓપરેશન માટે મારી પાસે આવ્યા છે. ગૂગલ, એમેઝોન અને ફેસબુકના ઘણા સોફ્ટવેર એન્જિનિયરોએ પણ આ ઓપરેશન કરાવ્યું છે. તો અત્યારસુધીના સૌથી વધુ ઓપરેશન કોરોનાના સમયમાં કરવામાં આવ્યાં હતાં.'

કંઈક આવી છે ઓપરેશનની સમગ્ર પ્રોસેસ
સૌથી પહેલા ડોક્ટર દર્દીની જાંઘનું હાડકું તોડે છે. બાદમાં એમાં મેટલ નેલ નાખીને એડજસ્ટ કરવામાં આવે છે. ઓપરેશનના ત્રણ મહિના સુધી આ મેટલ નેલને ચુંબકીય રિમોટ કંટ્રોલથી ધીમે ધીમે લંબાવવામાં આવે છે. આ પછી હાડકાંને મજબૂત થવામાં મહિનાઓનો સમય લાગે છે. ઓપરેશન કરાવનાર એક સોફ્ટવેર એન્જિનિયરે જણાવ્યું હતું કે ઓપરેશન બાદ તે ત્રણ મહિના સુધી ઘરે રહ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

ઓપરેશનથી હાડકાં નબળાં થાય છે
ઓપરેશન કરનાર સર્જન કહે છે, તે કોઈ ખેલાડીને હાઈટ વધારવાનું આ ઓપરેશન કરવાની સલાહ નથી આપતા. આ ઓપરેશનથી હાઈટ તો વધે છે, પરંતુ હાડકા નબળા થઇ જાય છે, જેને કારણે ચાલવામાં અને દોડવામાં સમસ્યા થાય છે. તો જે લોકોએ ઓપરેશન કરાવ્યું છે તે લોકો પણ આ વાતનો ઉલ્લેખ નથી કરતા.

3થી 6 ઇંચ સુધી ઊંચાઈ વધે છે
હાઈટ વધારતા આ ઓપરેશનમાં લગભગ 60 લાખનો ખર્ચ થાય છે. સર્જન જણાવે છે કે આ ઓપરેશનથી 3થી 6 સુધીની હાઈટ વધારી શકાય છે. અમેરિકાના લાસ વેગસમાં રહેતા અને મોટી-મોટી ટેક કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે આટલા પૈસાનો ખર્ચ કરવો કોઈ મોટી વાત નથી.

આ ઓપરેશનનો મહિલાઓ કરતાં પુરુષોમાં વધારે ક્રેઝ
કેવિન જણાવે છે, આ ઓપરેશન કરાવવામાં મહિલાઓની સંખ્યા બહુ જ ઓછી છે, પુરુષો વધારે આ ઓપરેશન કરાવે છે. આ ઓપરેશન મોંઘું હોઈ ફક્ત પૈસાદાર લોકો જ કરાવે છે. આ ઓપરેશન સોફ્ટવેર એન્જિનિયરો ઉપરાંત કેટલીક કંપનીઓના સીઈઓ, ફિલ્મોના કલાકારો અને ફાઈનાન્સ પ્રોફેશન સાથે સંકળાયેલા લોકો કરાવે છે.