• Gujarati News
  • Lifestyle
  • There Is A Big Difference Between Male And Female Gossip, Women Also Share Happiness And Sorrow.

ગપશપ:પુરુષો અને મહિલાઓની ગૉસિપમાં આભ-જમીનનો ફર્ક, મહિલાઓની ગૉસિપ્સથી મગજમાં ફીલ ગુડ હોર્મોનનું લેવલ વધી જાય છે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં થયેલી એક સ્ટડીમાં સાબિત થઈ ગયું છે કે, ગૉસિપથી સ્ટ્રેસ ઓછો થાય છે

મહિલાઓને ગોસિપ ક્વીન પણ કહેવામાં આવે છે, પરંતુ તેમની ગોસિપની પોઝિટિવ અસરને કોઈ ધ્યાનમાં લેતું નથી. સત્ય એ પણ છે કે, પુરુષો પણ મહિલા જેટલી જ ગૉસિપ્સ કરે છે, પરંતુ મહિલાઓની જેમ પુરુષો પોઝિટિવ શેરિંગ કરી શકતા નથી.

પોઝિટિવ શેરિંગ એટલે શું?
જ્યારે આપણે મિત્રો સાથે ભેગા થઈએ છીએ ત્યારે બીજા વિશે ખરાબ બોલીએ છીએ. આ એક પ્રકારની ગૉસિપ જ છે, પરંતુ જ્યારે આપણે પોતાનું સુખ-દુઃખ શૅર કરીએ છીએ ત્યારે તેને પોઝિટિવ શેરિંગ કહેવાય છે. પુરુષો કરતાં મહિલાઓમાં પોઝિટિવ શેરિંગ વધારે જોવા મળે છે અને તેઓ કોઈ પણ દુઃખમાંથી બહાર આવી શકે છે.

પુરુષો પણ ગૉસિપ કરે છે
કાઉન્સલર અને રિલેશનશિપ એક્સપર્ટ કાવ્યલ સેદાની કહ્યું કે, ગૉસિપ નામ આવે એટલે મહિલાઓને યાદ કરવામાં આવે છે, પણ પુરુષો પણ એટલી જ ગૉસિપ કરે છે. મહિલાઓ પોઝિટિવ શેરિંગ કરે છે પરંતુ પુરુષો તો મોટાભાગે ગૉસિપ જ કરે છે. પુરુષો મોટાભાગની વાતો મનમાં જ રાખે છે, તેઓ ખૂલીને વાત કરી શકતા નથી અને આથી જ તેઓ મહિલાઓની જેમ જલ્દી દુઃખમાંથી બહાર આવી શકતા નથી.

મહિલાઓ વધારે બોલે છે
રિલેશનશિપ કાઉન્સલર માધવી શેઠે કહ્યું કે, મહિલાઓની સરખામણીએ પુરુષો ઓછું બોલે છે અને શેરિંગ પણ ઓછું કરે છે. પુરુષો તેમની તકલીફો મિત્રો સાથે શૅર કરતા નથી આથી તે લોકોમાં સ્ટ્રેસ અને હાર્ટ પ્રોબ્લેમ્સ વધારે થાય છે. પુરુષોની ગૉસિપના ટોપિક મોટાભાગે પૈસા, પાવર, સ્ટેટસ કે કોઈને નીચા દેખાડવા સંબંધિત હોય છે. મહિલાઓ કપડાં, ઘરેણાં અને સુંદરતા પર ગૉસિપ કરે છે. મહિલાઓ વાતોડી હોય છે અને તેઓ ગપ્પા મારતી વખતે પોઝિટિવ શેરિંગ કરે છે. મહિલાઓને તેમની મિત્ર પર ભરોસો હોય છે, તેઓ મિત્રો સાથે સુખ-દુઃખની વાતો શૅર કરીને મન હલકું કરે છે અને સલાહ પણ લે છે. આ જ કારણે તેમના સ્ટ્રેસની અસર સ્વાસ્થ્ય પર પડતી નથી. મહિલાઓને પુરુષોની સરખામણીએ સ્ટ્રેસ અને હાર્ટની તકલીફો ઓછી થાય છે. જે વાતો તેઓ પરિવારમાં કહી ના શકે તેને મિત્રો સાથે શૅર કરીને સોલ્યુશન શોધી લે છે.

ગૉસિપના ફાયદાઓ
ગૉસિપથી મગજમાં ડોપામાઇન (ફીલ ગુડ હોર્મોન)નું સ્તર વધી જાય છે, તેનાથી આપણને સારો અનુભવ થાય છે. ગૉસિપ દરમિયાન થતી મસ્તી-મજાકથી બોન્ડિંગ વધી જાય છે, સેન્સ ઓફ હ્યુમર વધે છે અને થોડા સમય સુધી બધી તકલીફો ભૂલી જાય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં થયેલી એક સ્ટડીમાં સાબિત થઈ ગયું છે કે, ગૉસિપથી સ્ટ્રેસ ઓછો થાય છે. આથી ગૉસિપ કરવી એ ખરાબ વસ્તુ નથી. ગૉસિપથી મહિલાઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાં પહોંચી જાય છે. ડિસ્ટર્બ મેરેજથી પીડિત મહિલાઓને રાહત મળે છે. ગૉસિપ કરતો મહિલાઓને બોલતી વખતે કોઈ શરમ આવતી નથી પણ તેઓ બોલ્ડ વાતો પણ સરળતાથી કહી દે છે, તેનાથી તેના મનને રાહત મળે છે.