તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Then Came The 60 70s Era Of Printed Clothes, A Classic Combo Made In Black And White, Pastel Colors In Embroidered Florals To Be Everyone's Choice

ફેશન વિથ સ્ટાઈલ:60-70 દાયકાનાં પ્રિન્ટેડ કપડાંની ફેશન ફરી ટ્રેન્ડમાં, બ્લેક એન્ડ વ્હાઈટ ક્લાસિક કોમ્બો બન્યા

રાધિકા જોહરી, મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂની ફેશને ફરીથી કમબેક કર્યું છે. જે રીતે ગર્લ્સ ટાય એન્ડ ડાય. પોલ્કા ડોટ્સ અને એમ્બ્રોડર્ડ ફ્લોરલ પહેરવાનું પસંદ કરે છે, તેમ પેસ્ટલ કલરને પણ ખાસ જગ્યા આપવામાં આવી રહી છે. પ્રિન્ટેડ કપડાની વેરાયટી તમને સ્ટાઈલિશ લુક આપવામાં મદદ કરશે.

1. પોલ્કા ડોટ
આ ટાઈમલેસ પ્રિન્ટ દરેક ઋતુમાં દેખાય છે. બ્લેક એન્ડ વ્હાઈટ પોલ્કાને ક્લાસિક કોમ્બો માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે અલગ કોમ્બો અને સાઈઝનો સાથે પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.

2.એમ્બ્રોડર્ડ ફ્લોરલ
ડિઝાઈનર્સ હવે ફ્લોરલ એમ્બ્રોડર્ડ પ્રિન્ટ પણ વાપરી રહ્યા છે. આ પ્રકારના સમર ડ્રેસ પર ફ્લોરલ એમ્બ્રોડરી હોય છે. મોનોક્રોમેટિક ટોન અને પેસ્ટલ્સ સૌથી વધારે ગમે છે.

3. સાઈકેડેલિક પ્રિન્ટ્સ
આ પ્રિન્ટ 60ના દાયકામાં શરુ થઇ હતી. આખા ડ્રેસને આ પ્રિન્ટ કવર કરી લે છે અને આઉટફિટ અલગ જ શાઈન કરે છે. તેની સાથે ઓછી એસેસરિઝ પહેરવી જોઈએ.

4. ટાય એન્ડ ડાય
ફેબ્રિક પર છાંટેલા પેઈન્ટનાં નિશાન જેવી આ પ્રિન્ટ્સ લાગે છે. તે ભારતભરમાં ફેમસ છે હવે વિદેશમાં પણ ટ્રેન્ડમાં છે અને લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...