• Gujarati News
  • Lifestyle
  • The Young Man Was Passing On The Track, Suddenly The Goods Train Was Moving And People's Lives Were Lost

વાઇરલ વીડિયો:પાટા પરથી પસાર થઈ રહ્યો હતો યુવક, અચાનક જ માલગાડી ચાલુ થઈ જતા લોકોના જીવ પડીકે બંધાયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ કોઈપણ વીડિયો હોય, વાઇરલ થઈ જ જાય છે. અમુક વીડિયો કામના હોય છે તો અમુક વીડિયોમાંથી કંઈક ને કંઈક શીખવા મળે છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક રેલવે સ્ટેશનનો છે, તો ભારતીય રેલવે હંમેશાં લોકોને ચેતવણી આપે છે કે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે શોર્ટકર્ટ ન અપનાવો. આમ છતાં પણ લોકો આ વાતને નજરઅંદાજ કરીને બેધડક શોર્ટકર્ટ અપનાવે છે. હાલમાં જ બિહારના ભાગલપુરમાં એક વ્યક્તિનો માંડ-માંડ જીવ બચ્યો હતો.

એક વ્યક્તિ શોર્ટકર્ટના ચક્કરમાં માલગાડીની નીચેથી પાટા ક્રોસ કરવાનું વિચારી રહ્યો હતો, એ સમયે જ અચાનક ટ્રેન ચાલવા લાગી હતી, આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. આ સમગ્ર ઘટના બિહારના ભાગલપુરના કહલગામની છે. અહીં એક વ્યક્તિએ બીજા પ્લેટફોર્મ પર જવા માટે ઓવરબ્રિજ પર ચઢવાને બદલે રેલવેટ્રેક ક્રોસ કરવાનો શોર્ટકટ લીધો હતો. જોકે તેને બિલકુલ ખ્યાલ નહોતો કે બીજી જ ક્ષણે તેની સાથે કંઈક વિચિત્ર થશે.

વીડિયોમાં જોઈ શકાય છે કે માલગાડી એક લાઇન પર ઊભી હતી અને તે વ્યક્તિએ તેની નીચેથી ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે માલગાડીની નીચે જતાંની સાથે જ ટ્રેન ચાલવા લાગી અને તે વ્યક્તિ ત્યાં જ ફસાઈ ગઈ હતી. વાઇરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખી માલગાડી પસાર થાય છે અને વ્યક્તિ તેની નીચે પડેલી છે. જોકે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં તેને જરા પણ ઇજા થઈ ન હતી.

તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચાલતી માલગાડીની નીચે ફસાયેલી વ્યક્તિને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. એ પછી લોકો દોડતી વ્યક્તિ પાસે જાય છે અને તેને ટ્રેક પર સૂઈ રહેવા માટે કહે છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેન સતત આગળ વધી રહી છે અને વ્યક્તિ પેટના બળે સૂઈ રહી છે. એ જ સમયે, જ્યારે આખી ટ્રેન વ્યક્તિની ઉપરથી પસાર થાય છે ત્યારે એ ઊભી થઈ જાય છે. એ બાદ ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો