• Gujarati News
  • Lifestyle
  • The Young Man Said To His Girlfriend In The Breakup Letter, " Understand And Forgive Me,

ચલે તો ચાંદ તક, નહીં તો શામ તક:યુવકે બ્રેકઅપ લેટરમાં ગર્લફ્રેન્ડને કહ્યું કે, 'મોટો ભાઈ સમજીને માફ કરી દેજે', લવ લેટર વાઇરલ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અઢી અક્ષરના પ્યારને લઈને ઘણી માન્યતાઓ છે, જેમાં પ્રેમ કરવામાં આવતો નથી પરંતુ થઇ જાય છે. એવી ઘણી વાતો પ્રેમ વિશે કહેવામાં આવે છે. પરંતુ જ્યારે પ્રેમ એક દેખાડો થઇ જાય ત્યારે આ સંબંધને પૂરો કરવામાં આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક લેટર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક પ્રેમીને પ્રેમ ઉપરથી ત્યારે ભરોસો ઉઠી ગયો જ્યારે તેની ગર્લફ્રેન્ડની ચાલાકી વિશે ખબર પડી હતી. આ બાદ આ યુવકે એક તેની ગર્લફ્રેન્ડને બ્રેકઅપ લેટર લખી દીધો હતો.

હવે આ બ્રેકઅપ લેટર સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ અંગે ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ બ્રેકઅપ લેટર ઈંસ્ટાગ્રામ પર ghantaa નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ લેટર પર રિએકશન આપી રહ્યા છે, તેને અત્યાર સુધીમાં 83 હજારથી વધુ લોકો આ પોસ્ટને લાઈક કરી ચૂક્યા છે.

અંગ્રેજીમાં લખવામાં આવેલા આ લેટરમાં પ્રેમી તેની પ્રેમિકાની ચાલાકીનો ઉલ્લેખ કરતા દુખી થઇને આ સંબંધ તોડવાની વાત કરી હતી. પરંતુ આ લેટર જે લાઇનને કારણે વાઇરલ થયો છે તે લાઇન છે, મોટો ભાઇ સમજીને માફ કરી દેજે.

આ લેટર સુજાન નામના પ્રેમીએ લખ્યો છે. સુજાન નામના આ પ્રેમીના અક્ષર બહુ શાનદાર છે અને સોશિયલ મીડિયામાં પણ ચર્ચા ચાલી રહી છે. આ લેટરમાં સુજાને લખ્યું હતું કે, મારી પ્રિય ભૂતપુર્વ ગર્લ ફ્રેન્ડ, 21મી સદીમાં મારા જેવા છોકરાની હિંમત નથી કે, તારા જેવી ચાલાક છોકરી સાથે સંબંધ રાખી શકાય, ત્યારે હું કોશિશ કરુ છું કે, આ સંબંધને અહિં જ પુરો કરી દઇએ. જો મારાથી કોઇ ભુલ થઇ હોય તો મોટો ભાઇ સમજીને માફ કરી દેજે. પૂર્વ બોયફ્રેન્ડ અને વર્તમાનનો મોટો ભાઇ- સુજાન. આ બાદ આ યુવકે સહી પણ કરી છે.