તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The Young Man Ordered A Cheap IPhone Online, The Delivery Was Replaced By An 'iPhone Coffee Table'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇરલ:ઓનલાઇન સસ્તો આઇફોન મંગાવ્યો, ડિલિવરીમાં આઈફોન આકારનું ટેબલ આવ્યું!

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ ટાંકણીથી લઇને ઘર સુધીની તમામ વસ્તુઓ ઓનલાઇન જ ખરીદવાનો ટ્રેન્ડ છે. ઓનલાઇન ધરખમ ડિસ્કાઉન્ટ અને છાશવારે આવતા સેલમાં ઑફર કરવામાં આવતી અનેક વસ્તુઓને જોઇને લોકો આકર્ષાય છે. પરંતુ તેમાં લોકોને ભળતી જ વસ્તુઓ ડિલિવર થઈ જાય અને નાણાંકીય નુકસાન થાય તેવા પણ કિસ્સા વધી રહ્યા છે. પરંતુ થાઇલેન્ડના એક યુવક સાથે ઓનલાઇન શોપિંગમાં જે થયું તે જોઈને તો અત્યારે આખું ઇન્ટરનેટ ખિખિયાટા કરીને હસી રહ્યું છે.

શોપિંગ એપમાં આઇફોન ટેબલનું જ વેચાણ થઇ રહ્યું હતું
શોપિંગ એપમાં આઇફોન ટેબલનું જ વેચાણ થઇ રહ્યું હતું

આઇફોનની જગ્યાએ આઇફોન જેવું કોફી ટેબલ
બન્યું એવું કે થાઈલેન્ડના આ યુવકને ઇન્ટરનેટ સર્ફ કરતાં કરતાં જોવા મળ્યું કે એક શોપિંગ એપમાં પાણીના ભાવે ચકાચક આઇફોન મળી રહ્યો છે. યુવકને આમેય આઇફોન ખરીદવાની ઇચ્છા હતી, એટલે એણે તો ઝાઝું કશું વિચાર્યા વિના જ ઓર્ડર પ્લેસ કરી દીધો. પરંતુ જ્યારે ડિલીવરી થઇ ત્યારે યુવક એણે કપાળ કૂટ્યું. એણે જે આઇફોન ઓર્ડર કર્યો હતો, તેની જગ્યાએ કંપનીએ આઇફોન જેવો જ દેખાવ ધરાવતું ટેબલ મોકલ્યું હતું! યુવકે જ્યારે એપની કસ્ટમર કેર હેલ્પલાઇનમાં આ મામલે પૂછપરછ કરી ત્યારે તેને જાણવા મળ્યું કે એપમાં તો આઇફોનનું ટેબલ જ વેચાઇ રહ્યું હતું. જેને કંપનીએ ફોટોમાં આઇફોનના સ્માર્ટફોન જેવું બતાવ્યું હતું.

સોશિયલ મીડિયા પર આઈફોન ટેબલની આ પોસ્ટ ખૂબ જ વાઇરલ થઇ રહી છે
સોશિયલ મીડિયા પર આઈફોન ટેબલની આ પોસ્ટ ખૂબ જ વાઇરલ થઇ રહી છે

આઇફોન ટેબલ
યુવકે આ ટેબલ જેવા આઇફોનની તસવીર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શેર કરી છે અને થાઇલેન્ડના સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ ખૂબ જ વાઇરલ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો