બ્રાઝિલના સ્વાસ્થ્ય વિભાગે એક એવી મહિલાને શોધી કાઢી છે જે 121 વર્ષની હોવાનું કહેવાય છે. તે સાથે જ આ વૃદ્ધે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ બનવાનો ખિતાબ પણ જીત્યો છે. માત્ર 9 દિવસ પહેલા જ 118 વર્ષની એક ફ્રાન્સની એક નનને વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે.
1900 ઈસવીમાં જન્મ થયો હતો, બધા બાળકો વૃદ્ધ થઈ મરી ગયા
વિશ્વની આ સૌથી વૃદ્ધ મહિલાનું નામ મારિયા ગોમ્સ ડી રિસો છે. મારિયા તેના ડઝનેક પ્રપૌત્રની સાથે બ્રાઝિલના બેલા વિસ્ટામાં રહે છે. મારિયાને ઘણા બાળકો હતો, પરંતુ તે બધાની ઉંમર થઈ જતા તેઓ મૃત્યુ પામ્યા, પરંતુ મારિયા આજે પણ પોતાની પૌત્રી સાથે તેના નાના ઘરમાં રહે છે. મારિયાના પપૌત્ર પણ મોટા થઈ ગયા છે.
મોબાઈલ મેડિકલ ટીમને સર્વેમાં મહિલા મળી
મોટા ભાગના આવા કિસ્સાઓમાં, વૃદ્ધોના પરિવારના સભ્યો જ તેમની લાંબી ઉંમર માટે દાવો કરતા હોય છે, પરંતુ મારિયાના કેસમાં આવું ન થયું. દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા હોવા છતાં મારિયાના ઘરના લોકોએ ક્યારેય પણ રેકોર્ડ પર ધ્યાન ન આપ્યું, પરંતુ બ્રાઝિલના સ્વાસ્થ્ય વિભાગના એક સર્વેમાં જ્યારે મારિયાનું બર્થ સર્ટિફિકેટ સામે આવ્યું તો આ વાત આખી દુનિયાને ખબર પડી.
આઠ વર્ષ પહેલા મારિયા જાતે પોતાના કપડા ધોતી હતી
રિપોર્ટના અનુસાર, મારિયાની પૌત્રી સેલિયા ગોમેસોએ જણાવ્યું કે, તેની દાદી આઠ વર્ષ પહેલા એટલે કે 113 વર્ષની ઉંમર સુધી એક્ટિવ હતી. તે જાતે ખાવાનું બનાવતી હતી અને કપડા પણ ધોતી હતી.
113 વર્ષની ઉંમર સુધી તે ચર્ચમાં રેગ્યુલર પ્રાર્થના કરવા પણ જતી હતી. આ જ તેના સ્વાસ્થ્યનું રહસ્ય હતું, પરંતુ હવે મારિયા મોટાભાગે પથારીમાં જ રહે છે. તેની પૌત્રી સેલિયા તેની સંભાળ રાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.