• Gujarati News
  • Lifestyle
  • The World's Most Expensive Soap Auctioned For 143 Million, The Emperor Of China Used Soap As A Stamp

વિશ્વનો સૌથી મોંઘો સાબુ:વિશ્વના સૌથી કીમતી સાબુની 143 કરોડમાં હરાજી, ચીનના સમ્રાટ સ્ટેમ્પ તરીકે સાબુનો ઉપયોગ કરતા હતા

2 મહિનો પહેલા
  • સાબુ પર ચીનનો સ્ટેમ્પ, જેના પર સિંહની પ્રતિમા બનાવવામાં આવી છે

4 ઈંચનો સાબુ, જેનો ઉપયોગ ચીનના સમ્રાટ સ્ટેમ્પ તરીકે કોઈ પેઇન્ટિંગ પર હસ્તાક્ષર કરવા માટે કરતા હતા. હવે જ્યારે હોંગકોંગમાં એની હરાજી કરવામાં આવી ત્યારે એના અંદાજ કરતાં ત્રણ ગણી વધુ કિંમત મળી. તેની લગભગ 143 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. આ સાબુ કોણે ખરીદ્યો એનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. જાણો આખરે આ સાબુમાં શું ખાસ છે કે એને આટલી મોટી કિંમતે વેચવામાં આવ્યો.

સાબુ પર ચીનનો સ્ટેમ્પ, જેના પર સિંહની પ્રતિમા બનાવવામાં આવી છે
18મી સદીના સાબુની ગોટીના ઉપરના ભાગ પર સિંહની પ્રતિમા બનાવવામાં આવી છે અને નીચેના ભાગમાં ખાસ પ્રકારનું કોતરકામ કરવામાં આવ્યું છે. આ સીલનો ઉપયોગ ક્યાનલોંગ સમ્રાટ કરતા હતા. આર્ટ અને હિસ્ટ્રીના એક્સપર્ટ આ સાબુને એક સ્ટેમ્પ તરીકે પ્રમાણિત કરી ચૂક્યા છે.

આ સાબુનો ઉપયોગ ચીની સમ્રાટ સ્ટેમ્પ તરીકે કરતા હતા.
આ સાબુનો ઉપયોગ ચીની સમ્રાટ સ્ટેમ્પ તરીકે કરતા હતા.

ચીની રાજદ્વારીએ આ કીંમતી વસ્તુઓ સાચવીને રાખી હતી
લંડનમાં રહેતા ચીનના રાજદ્વારી ડૉ. વુઓ કિયુઆનનું 1997માં અવસાન થયું હતું. તેમણે આર્ટ કલેક્શન તરીકે આ સાબુ સહિત ઘણી કીમતી વસ્તુઓ સાચવી રાખી હતી. છેલ્લી સદીની શરૂઆતમાં, ચીનમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે ડૉક્ટર કિયુઆન યુરોપ આવી ગયા હતા.

48 કરોડમાં હરાજી થવાનો અંદાજ છે, પરંતુ ત્રણ ગણી વધુ કિંમતે વેચાયો
હરાજી કરનારાઓએ અંદાજ લગાવ્યો હતો કે આ સ્ટેમ્પ 5 મિલિયન પાઉન્ડ એટલે કે 48 કરોડ રૂપિયામાં હરાજી થશે, પરંતુ તેની ત્રણ ગણી વધુ 143 કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી. એશિયામાં સીલની આ હરાજીએ રેકોર્ડ બનાવી દીધો છે.

ચીની સમ્રાટના સ્ટેમ્પની આકૃતિ.
ચીની સમ્રાટના સ્ટેમ્પની આકૃતિ.

એક ખાસ પેઈન્ટિંગમાં સીલ હતો
સોથેબીના નિકોલસ ચાઉએ કહ્યું હતું કે જ્યારે તેમણે આ શોપસ્ટોન સીલને પહેલીવાર જોયો ત્યારે એ મારા માટે ઇલેક્ટ્રિક શોક જેવું હતું. મેં દુનિયાની સૌથી ખાસ પેઈન્ટિંગમાં આ સીલ જોયો હતો. ઐતિહાસિક રીતે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે.

વિશ્વના સૌથી કીમતી હીરાની પણ હરાજી કરવામાં આવી છે
વિશ્વનો સૌથી મોંઘો હીરો બ્લૂ ડાયમંડની હોંગકોંગની સોથબી કંપનીના નેજા હેઠળ હરાજી કરવામાં આવી છે. ધ ડી બિયર્સ કલિનન બ્લૂ ડાયમંડ 15.10 કેરેટનો છે. તે £39 મિલિયનમાં પાઉન્ડમાં વેચાયો છે, જેની કિંમત ભારતીય રૂપિયામાં લગભગ 373 કરોડ છે.

યુએસ ડોલરમાં એની કિંમત $57.5 મિલિયન છે. હીરાને વિશ્વની સૌથી મૂલ્યવાન વસ્તુઓમાંની એક ગણવામાં આવે છે. હીરા પારદર્શક હોવા ઉપરાંત ઘણા રંગોના હોય છે જેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે.