• Gujarati News
  • Lifestyle
  • The World's Most Expensive Coffee 'Kopi Luwak' Is Made From A Cat's Potty, 1 Cup Costs 3000

ઈન્ટરનેશનલ કોફી ડે:દુનિયાની સૌથી મોંઘી કોફી 'કોપી લુવાક' બિલાડીની પૉટીમાંથી બને છે, 1 કપની કિંમત ₹3000

શ્વેતા કુમારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવેટ બિલાડીની પૉટીમાંથી બને છે 'કોપી લુવાક' કોફી
  • ભારતમાં કોપી લુવાકનું પ્રોસેસિંગ માત્ર કર્ણાટકના કુર્ગમાં જ થાય છે

ડેટ હોય કે પછી કોઈને પ્રપોઝ કરવાનો પ્લાન. ઈન્સ્ટન્ટ સારું ફીલ કરવા માટે કોફી સારો ઓપ્શન છે. એસ્પ્રેસો, કેફે મોકા, આઈરિશ, કેપેચીનો, કેફે લાટે, અમેરિકાનો, ટર્કિશ, મેક્કે આટો, વ્હાઈટ કોફી અને ઈન્ડિયન ફિલ્ટર કોફી સહિત અનેક કોફીના પ્રકારો છે. કોફી પરના અનેક કિસ્સાઓ તમારા સંસ્મરણમાં હશે પરંતુ આજે અમે તમને પૉટીમાંથી બનતી કોફી વિશે અવગત કરાવીશું. સિવેટ બિલાડીની પૉટીમાંથી બનતી આ કોફી દુનિયાની સૌથી મોંઘી કોફી છે.

આ રીતે થયાં કોપી લુવાક કોફીના શ્રી ગણેશ
ઈસ્ટ ઈન્ડીઝ હાલ ઈન્ડોનેશિયાથી કોફીનો ક્રેઝ શરૂ થયો હતો. ટચ વેપારી ઈન્ડોનેશિયા પહોંચ્યા ત્યાં તેમણે કોફી બીન્સ મગાવી પ્લાન્ટેશન શરૂ કર્યું. kopi luwak (કોપી લુવાક)ની શરૂઆત 19મી શતાબ્દીમાં થઈ. તે સમયે ડચ પ્રજાએ ઈન્ડોનેશિયામાં લોકલ વર્કર્સને કોફીની ખેતી કરવાથી રોક્યા ત્યારે મજૂરોએ બિલાડીની પૉટીમાં રહેલાં કોફી બીન્સ ભેગા કરી કોફી તૈયાર કરી. આ બીજ તેઓ સૂકવતા અને તેનો ફરી કોફી બીજ તરીકે કરવા લાગ્યા. આ કોફી બીન્સ ઓરિજિનલ કોફી બી કરતાં વધારે ટેસ્ટી હોય છે. તે સમયથી કોપી લુવાક કોફીની બોલબાલા વધી ગઈ.

ભારતમાં કર્ણાટકમાં બને છે આ કોફી
કુર્ગ કન્સોલિડેટડ કોમોડિટીઝના ફાઉન્ડર નરેન્દ્ર હેબ્બરે 'દિવ્ય ભાસ્કર' સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારતમાં કોપી લુવાકનું પ્રોસેસિંગ માત્ર કર્ણાટકના કુર્ગમાં જ થાય છે. 2015થી તેમણે આ કામ શરૂ કર્યું. કુર્ગની કુદરતી પરિસ્થિતિને કારણે અહીં સિવેટ બિલાડી જોવા મળે છે. આ કોફી ઘણી મોંઘી હોય છે. તેથી દુનિયાભરમાં ઘણી જગ્યાએ સિવેટ બિલાડીને કેદમાં રખાય છે. તેમને ખોરાકમાં અર્ધકચરાં કોફી બીન્સ આપવામાં આવે છે.

કોપી લુવાકનું સીક્રેટ
કુર્ગમાં સિવેટ બિલાડીની પણ હાજરી હોય છે અને કોફીનું ઉત્પાદન પણ થાય છે. સિવેટ બિલાડીને કોફીના બીન્સ ખોરાક તરીકે અપાય છે. ત્યારબાદ બિલાડીની પૉટીમાંથી નીકળતાં આ બીન્સ પર પ્રોસેસ કરવામાં આવે છે. પ્રોસેસિંગ પ્લાન્ટમા બીન્સ સાફ થાય છે, સૂકવવામાં આવે છે અને બીન્સની ઉપરના છોતરાં કાઢવામાં આવે છે. બીન્સ પર પોલિશિંગ પણ થાય છે. હેબ્બર જણાવે છે કે આ ધંધામાં રિસ્ક હતું કારણ કે લોકો ગમે તમે વસ્તુ પર લાખો ખર્ચો નાખે છે પરંતુ હજારો રૂપિયાની કિલોની કોફી ખરીદતાં જરૂર અચકાશે.

પ્રોસેસિંગમાં 3 દિવસનો સમય
બિલાડી કોફી બીન્સ ખાઈ એક વખત પૉટી કરી દે તો તે નેચરલી સૂકાઈ જાય તેના માટે 2 દિવસ સુધી ત્યાં જ રાખવા દેવામાં આવે છે. ત્યારબાદ તેને ધોઈ ફરી સૂકવી તેના ઉપરનું લેયર કાઢવામાં આવે છે. બીન્સનું પોલિશિંગ પણ થાય છે. ઘણા સ્ટેજમાંથી પસાર થયા બાદ રૉ કોફી બીન્સ રોસ્ટેડ કોફી બની તૈયાર થાય છે. હેબ્બરના જણાવ્યા પ્રમાણે, કોફી આંખ અને ચામડી પર પોઝિટિવ અસર કરે છે. તેમાં રહેલાં એન્ટિ ઓક્સીડન્ટ શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. તેના પર હજુ રિસર્ચ થઈ રહ્યાં છે જેથી તેનાં ફાયદા જાણી શકાય.

મસમોટી કિંમતનું રહસ્ય
હેબ્બરે જણાવ્યું કે, ભારતમાં આ કોફી બીન્સની કિંમત 9000 રૂપિયા કિલો છે. આ કોફીના એક કપની કિંમત 450 રૂપિયા છે. ગલ્ફ કન્ટ્રીમાં તેના એક કપની કિંમત 3000 રૂપિયા સુધી હોય છે. કેટલાક દેશોમાં તેના એક કપની કિંમત 25થી 30 હજાર રૂપિયા પ્રતિ કિલો હોય છે. પ્રોસેસિંગને કારણે તેની આટલી વધારે કિંમત છે. તેમણે જણાવ્યું કે, 2 વર્ષમાં તેમણે 1.5 ટન રૉ કોફી પ્રોસેસ કરી છે. તે રોસ્ટેડ બીન્સ બની ત્યારે માત્ર 600 કિલોની થઈ. કોફીના કુલ પ્રોડક્શનના માત્ર 40% જ વેચવા લાયક બચે છે.

કોફી પ્રોડક્શન પ્લાન્ટને કારણે સિવેટનો જીવ બચ્યો
તમને જાણીને નવાઈ લાગશે કે કુર્ગમાં કોફીનું પ્રોસેસિંગ યુનિટ તૈયાર થયું. એ પહેલાં ત્યાંના લોકો સિવેટ બિલાડીનો શિકાર કરી તેનો ભોજન કરીકે પ્રયોગ કરતાં હતા. સ્થાનિકોના મત પ્રમાણે આ બિલાડી તેમના કોફીના ખેતરોને નુક્સાન પહોંચાડી રહી હતી. જોકે આ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયા બાદ અને સરકારના કડક નિયમો લાગુ કર્યા બાદ આ બિલાડીનું જીવન હવે સુરક્ષિત છે. હવે સ્થાનિક લોકોને સિવેટનું મહત્ત્વ સમજાયું છે.

અન્ય સમાચારો પણ છે...